અખાડા:ધારાસભ્યના અંધાત્રી ગામમાં દીપડો દેખાવા છતાં પાંજરૂ મૂકવામાં અખાડા

માયપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વનવિભાગ મધરકૂઈ જેવી ઘટના ઘટે તેની રાહ જોઈ રહ્યું છે !

તાપી જિલ્લાના વાલોડ તાલુકાનાં અંધાત્રી ગામે દીપડો વારંવાર દેખાતાં સરપંચ દ્વારા વનવિભાગને લેખિતમાં અઠવાડિયા અગાઉથી જાણ કરી હોવા છતાં વનવિભાગ દ્વારા ધારાસભ્યના ગામમાં પાંજરૂ મુકવા માટે અખાડા કરવામાં આવે છે. ત્યારે સામાન્ય લોકોની અરજીઓને કેટલો ન્યાય મળતો હશે તે અંગે વિચાર માંગી લે છે. વનવિભાગ સુરત જિલ્લાના મધરકૂઈ જેવી ઘટના ઘટે તેની રાહ જોઈ રહ્યું છે.સુરત જિલ્લાના માંડવી તાલુકાનાં મધરકુઇ ગામના રાનીકૂવા ફળિયામાં ઘરની બહાર રમી રહેલી યોગેશ ગામિતની ચાર વર્ષની પુત્રી આરવી પર છાપરા પરથી કૂદીને આવેલા દીપડાએ હુમલો કર્યો હતો, જેમાં બાળકીનું ગંભીર ઇજા થવાને કારણે મોત નીપજયું હતું.

આ ઘટના બાદ વન વિભાગ દ્વારા દીપડા જે વિસ્તારમાં દેખાતાં હોવાની ફરીયાદો ઉઠે તો તેમાં આ ઘટનાનું પુરાવર્તન ન થાય તે માટે તત્કાળ પગલાં લઈને દીપડાને પાંજરે પુરવા કાર્યવાહી કરવી જોઈએ. તેને બદલે તાપી જિલ્લાના વાલોડ તાલુકાના અંધાત્રી ગામે ધારાસભ્ય મોહનભાઈ ધોડીયાના ગામમાં છેલ્લાં કેટલાંક દિવસોથી દીપડો અંધાત્રી ગામે આંટા ફેરા મારી રહ્યો હોવાથી અંધાત્રી સરપંચ રાજુભાઈ પટેલે અઠવાડિયા અગાઉ વાલોડ વન વિભાગને લેખિતમાં જાણ કરી દીપડાને પાંજરે પુરવા પાંજરૂ મુકવા માટે અરજ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...