ચિંતાજનક વધારો:યુદ્ધની મધ્યમાં આવી લોકોને લાગે છે કે કોરોના ખતમ થઇ ગયો છે: કમિશનર

સુરત3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે શનિવારે તો 71  કેસો નોંધાતા આ અંગે પાલિકા કમિશનરે બંછાનિધિ પા્નીએ દિવ્ય ભાસ્કરને કેસ વધવા અંગે તેમજ તેનું નિરાકરણ શું કરવું પડે તે જણાવ્યું હતું. 

‘લોકોએ જ કાળજી લેવી પડે તો જ કેસોમાં ઘટાડો આવી શકે છે. ખાસ કરીને લિંબાયતમાં જે રફ્તારમાં કેસો આવતાં હતાં તેમાં હવે ઘટાડો નોંધાય રહ્યો છે પરંતુ કતારગામમાં સોસાયટીમાં કેસ નોંધાતા ચિંતાનો વિષય છે. રાંદેર ઝોનમાં પહેલા કેસો હતાં અત્યારે ઓછા થઈ ગયા છે સેન્ટ્રલ ઝોનમાં પણ તે રીતે જ હવે ઓછા થઈ ગયાં છે. હવે લિંબાયત ઝોનમાં પણ ધીરે ધીરે કેસની રફ્તાર ઓછી થઈ રહી છે. જ્યાં સુધી સ્લમમાં વસ્તીમાં સંક્રમણ હોય તેને રોકવું અઘરું છે પરંતુ આપણે સ્લો ડાઉન કરી શક્યાં છીએ ખાસ કરીને લિંબાયતમાં, અત્યારે આપણા માટે ચેલેન્જીંગ એ જ છે કે અત્યારે રિલેકશેસન ફેઝમાં પણ લોકોને સમજાવીને ચેપ આગળ નહી વધે તે જોવાનું રહે છે. અમે સ્ટ્રેટેઝાઈઝ તો કરીએ છીએ પરંતુ લોકો બહાર નીકળી રહ્યાં છે જો લોકો ચેતી જાય તો કંઈ પ્રશ્ન નથી લોકો નહી ચેતે તો પ્રશ્ન જ છે લોકો તો એવું માને છે કે રિલેકશેસન આપ્યું છે તે લોકડાઉન પુરુ થઈ ગયું છે તેમાં કેસો વધી રહ્યાં હોય આપણા માટે પડકારજનક થયું છે. ભવિષ્યમાં સુરતમાં કેસો વધે નહી તે માટે બધી રીતે પ્રયાસો તો કરાશે પરંતુ મહત્ત્વનું તો લોકો ઉપર જ છે. લોકોએ એને નોર્મલ ગણી લીધું છે લોકડાઉનમાં બે મહિના ખુબજ કંન્ટ્રોલ કર્યું એટલે લોકોને એવું લાગે છે કે કોરોના નીકળી ગયો છે.! પરંતુ એવું લાગવું જોઈએ કે કોરોનાના યુદ્ધમાં સંભાળીને રહેવું પડશે.

અન્ય સમાચારો પણ છે...