મહિધરપુરા પોલીસમાં નોંધાયેલી લૂંટની ઘટનામાં ઝડપાયેલાં રૂપિયા 1.60 કરોડની રકમ આવકવેરા વિભાગને સુપરત કરવાનો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. આઇટીના અધિકારીએ કહ્યુ કે લુંટની ઘટના સામે આવ્યા બાદ આ રૂપિયા કબજે મેળવવા માટે અરજી કરવામાં આવી હતી. દરમિયાન હાલના ઇલેકશનના માહોલમાં પણ આઇટી વિભાગે રોકડ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઇન્વેસ્ટિગેશન વિંગના અધિકારીએ કહ્યું કે અગાઉ જે એક કિલો ગોલ્ડ અને 60 લાખ કેશ પકડાવાનો મામલો સામે આવ્યો હતો તેમાં પણ તપાસ આગળ વધારાઈ છે, જ્યારે પ્રફુલ પટેલ નામના વ્યક્તિ પાસેથી જે 55 લાખ મળ્યા હતા તે રકમ પણ સીઝ કરવામાં આવી છે. પ્રફુલે જણાવ્યુ હતુ કે તે રૂપિયા બેન્કમાં જમા કરાવવા જાય છે, પરંતુ એ જ્યાંથી પકડાયો હતો ત્યાં કોઈ બેન્ક ન હતી કે એ રસ્તા પર પણ બેન્ક હતી નહીં. હાલ અધિકારીઓએ તમામ રકમ જપ્ત કરી છે અ્ને રકમ પોતાની હોવાનો દાવો કરનારે હવે પુરાવા આપવા પડશે અને ચોપડે રકમ ન બતાવી હશે તો તેની પર 100 ટકાથી વધુની પેનલ્ટી, વ્યાજ સહિતની રકમ ચૂકવવાની આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.