તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઈજનેરી દિવસ:લોકડાઉનમાં સુરતના 8 વિદ્યાર્થીઓએ કોરોના સામે લડવા સ્ટાર્ટઅપ બનાવી 3.98 લાખની ગ્રાન્ટ મેળવી

સુરત10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • GTUએ "કોવિડ-19 રિલેટેડ ઈનોવેશન' બુક લોન્ચ કરી, ગુજરાતના 36 સ્ટાર્ટઅપ સમાવાયા

ભારતમાં 15 સપ્ટેમ્બરે ઈજનેરી દિવસ તરીકે ઉજવાય છે. કોરોનામાં ઉપયોગી થઈ શકે તેવા ઈનોવેશનની અરજીઓ વિદ્યાર્થીઓએ GTUને મોકલી હતી. જેમાંથી 36 સ્ટાર્ટઅપની પસંદગી કરી GTUએ "સ્ટાર્ટઅપ સ્ટોરી કોવિડ-19 રિલેટેડ ઈનોવેશન' બુક લોન્ચ કરી છે. સુરતના 8 વિદ્યાર્થીઓના સ્ટાર્ટઅપની પસંદગી થતા 3.98 લાખની ગ્રાન્ટ મળી છે. વિદ્યાર્થીઓએ UVC ડિસઈન્ફેકશન મશીન, એર ફિલ્ટર અને રોબોટ બનાવ્યા હતા. ઈજનેરી દિવસ પર વાંચો સિટી ભાસ્કરનો ખાસ અહેવાલ...

ફ્રેશ ઓક્સિજન આપશે
અનુરાગ શર્માએ બનાવેલું પ્યૂરિફાયર ઘરમાં રહેલા ટોક્સિનને દુર કરી ફ્રેશ ઓક્સિજન આપે છે. તેણે નેનો ટેક્નોલોજીમાં VUCનો ઉપયોગ કરી 70000ના ખર્ચે મશીન તૈયાર કર્યું છે.

રોબોટ નર્સનું કામ કરશે
વૃતાંત પાટીલે કોવિડ-19 વોર્ડમાં દર્દીઓને ફુડ અને મેડિસિન આપી શકે તેવો રોબોટ બનાવ્યો હતો. તેમજ રોબોટ દર્દી અને ડોક્ટર વચ્ચે વિડીયો કોમ્યુનિકેશન પણ કરાવી શકે છે સાથે રૂમને જાતે સેનિટાઈઝ પણ કરી દે છે.

સરકાર ઈનોવેશન ખરીદી મદદ કરી શકે છે
ઈનોવેશન અને સ્ટાર્ટઅપ માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે વિદ્યાર્થીઓ પાસેથી અરજી મંગાવી હતી. 123 પૈકી 36 સ્ટાર્ટઅપને બુક માટે પસંદ કર્યા હતા. આગામી સમયમાં સરકાર તેમના સ્ટાર્ટઅપને ખરીદી આર્થિક મદદ પણ કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...