વસ્ત્રદાન:છેલ્લા ત્રણ વર્ષમાં 50 ગામોના જરૂરિયાતમંદ 14000થી વધારે લોકો સુધી વસ્ત્રદાન પહોંચ્યું

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓલપાડ ચોયાસી કડવા પાટીદાર સમાજ ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વસ્ત્ર બેંક સેવા

સુરત ઓલપાડ ચયાસી કડવા પાટીદાર સમાજ દ્વારા ન્યુ રાંદેર રોડ અમીધારા વાડી પાસે અને જહાંગીરપુરા બે સ્થળે વસ્ત્ર બેંક રાખવામાં આવી છે જુના વસ્ત્ર એકત્ર કરી ધરમપુર, વલસાડ, બીલીમોરા તરફના 50 જેટલા ગામડાઓમાં જરૂરતમંદ લોકો સુધી પહોંચાડવાની પ્રવૃત્તિ છેલ્લા ત્રણ વર્ષથી ચાલે છે.અત્યાર સુધીમાં લગભગ 14000થી વધુ લોકો સુધી વસ્ત્ર દાન પહોંચ્યું છે.

સંસ્થાના અગ્રણી રોહિત પટેલે કહ્યું હતું કે બંને જગ્યાએ લોકો કપડા મૂકી જાય છે કદાચ કોઈ સોસાયટીમાં વધારે કપડાં એકત્ર થાય તો અમે જાતે જઈને પણ કલેક્ટ કરીએ છીએ. શિયાળાની સિઝનમાં કપડા વિતરણ કરવાની વધારે જરૂરત રહેતી હોય છે. એક લારી ન્યુ રાંદેર રોડ અમીધારા વાડીની બાજુમાં અને બીજી જહાંગીરપુરા એક્સોટોનીની બાજુમાં મૂકવામાં આવી છે લગભગ બંને વિસ્તારમાં મોટાભાગના લોકો વસ્ત્ર બેંકની સેવાથી પરિચિત થઈ ગયા હોવાથી લગભગ દર અઠવાડિયા 3 000 જોડી કપડા એકત્ર થાય છે.

વસ્ત્રબેંકની લારી અમીધારા વાડીની બાજુમાં અને જહાંગીરપુરા મૂકેલી છે
કપડા ભેગા થાય એટલે વિતરણ કરી દેવા તેવું નહીં પહેલા શોર્ટ આઉટ કરીને પછી કદાચ કોઈ કપડાને રીપેરીંગની જરૂર લાગે તો અથવા તો જે વ્યક્તિને કપડા આપવાના હોય તેને ફીટિંગ ન આવતા હોય તો ફીટીંગ કરીને આપવા માટે અમે એક યુનિટ અને 24 જેટલા માણસોની ટીમ રાખેલી છે દરેક વ્યક્તિને કપડા ફીટીંગ કરીને આપવામા આવે છે. જેકપડાં પહેરી શકાય એમ ન હોય તેવા કપડાઓની થેલીઓ બનાવીને પર્યાવરણ જાગૃતિ અભિયાન અંતર્ગત ગામોમાં અથવા કોઈ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જઈને નિશુલ્ક વિતરણ કરીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...