તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • In The Last Four Days, The Number Of Active Cases Dropped From 1933 To 1778, With 249 New Cases On Friday, 2 Deaths And 260 People Recovering.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબુ:છેલ્લા ચાર દિવસમાં એક્ટિવ કેસો 1933થી ઘટીને 1778 પર પહોંચ્યા, શુક્રવારે નવા 249 કેસ, 2નાં મૃત્યુ,260 લોકો સાજા થયા

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અત્યાર સુધીમાં 41818 લોકો કોરોનાને માત આપી ચુક્યા છે

દિવાળી બાદ શહેર જિલ્લામાં સતત વધી રહેલા એક્ટિવ કેસોનો ગ્રાફ ડિસેમ્બર મહિનામાં નીચે આવ્યો છે. દિવાળી પર્વ બાદ 18મી નવેમ્બરે શહેર જિલ્લામાં કુલ 1293 એક્ટિવ કેસ હતા જેમાં રોજે રોજ વધારો નોંધાય રહ્યો હતો.30મી સુધીમાં એટલે કે 12 જ દિવસમાં એક્ટિવ કેસની સંખ્યા 1933 પર પહોંચી ગઈ હતી.જોકે 1 ડિસેમ્બરથી ફરી એક્ટિવ કેસમાં ઘટાડો નોંધવા માંડ્યો છે.4 ડિસેમ્બરે શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1778 પર પહોંચી ગઈ હતી.શુક્રવારે શહેર જિલ્લામાં નવા 249 પોઝિટિવ કેસ નોંધાયા હતા.

જ્યારે શહેરમાં વધુ 2 લોકોના કોરોનાને લીધે મોત નિપજ્યા હતા.અડાજણના 81 વર્ષીય વૃદ્ધ અને અડાજણના જ 84 વર્ષીય વૃદ્ધાનું કોરોનામાં મોત નીપજ્યું હતું.શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 44666 પર પહોંચી ગઈ છે.શુક્રવારે 260 લોકોને રજા આપવામાં આવી હતી.અત્યાર સુધીમાં કુલ 41818 લોકો સાજા થઇ ચુક્યા છે.હાલ શહેર જિલ્લામાં કુલ 1778 એક્ટિવ કેસ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો