• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In The Last Election In Surat, Congress Gave Tickets To Last Cut Candidates, Cousin Candidate Of Hindu Pravin Togadia, Brother Was Killed In Varachha.

કોંગ્રેસે ગત વખતની ભૂલો સુધારી:સુરતમાં ગત ચૂંટણીમાં કોંગ્રેસે છેલ્લે કાપેલા ઉમેદવારોને ટિકિટ આપી, વરાછામાં હિન્દુવાદી પ્રવિણ તોગડિયાના પિતરાઈ ઉમેદવાર,ભાઈની હત્યા થઈ હતી

સુરતએક મહિનો પહેલા
કોંગ્રેસે ગત વખત કામરેજ અને વરાછા બેઠક પર કરેલી ભૂલ આ વખતે સુધારી

ગુજરાત વિધાનસભા ઇલેક્શનને લઇ કોંગ્રેસ આ વખતે ખૂબ જ ફૂંકી ફૂંકીને પગલું ભરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. ગત વખતે કોંગ્રેસ દ્વારા જે ભૂલ કરવામાં આવી હતી. તેને આ વખતે સુધારવામાં આવતી હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. ગત વખતે કોંગ્રેસ દ્વારા વરાછા અને કામરેજ બેઠક પર ઉમેદવારોની પસંદગી માટે જે ભૂલો છેલ્લી ઘડીએ કરવામાં આવી તે આ વખતે ન થાય તે માટે ખાસ ધ્યાન આવ્યું હોય તેવું આ વખતના જાહેર કરેલા ઉમેદવારોને લઇ લાગી રહ્યું છે. ગત વખતે જે ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા હતા તેમના અંતિમ ઘડીએ નામો કાઢી નાખી અન્ય ઉમેદવારને પાર્ટીએ મેન્ડેટ આપી દીધું હતું.ત્યારે આ વખતે પાર્ટી દ્વારા ગત વખત જેના નામ કાપી નાખવામાં આવ્યા હતા તેમને ફરી મોકો આપવામાં આવ્યો છે.વરાછા બેઠક પરથી હિન્દુવાદી પ્રવિણ તોગડીયાના પિતરાઈને ટિકિટ કોંગ્રેસે આપી છે. પ્રફુલ્લ તોગડીયા સુરત પાલિકામાં વિપક્ષના નેતા હતા ત્યારે તેમના નાના ભાઈની ઘાતકી હત્યા પણ થઈ હતી. ત્યારે પ્રફુલ્લભાઈએ કહ્યું કે, પ્રવિણભાઈ મારા પિતરાઈ છે. તેમની વિચારધારા હિન્દુવાદી છે જ્યારે મારી કોંગ્રેસની સર્વ ધર્મ સમભાવની વિચારધારા છે.

કાર્યકરોએ મોડીરાત્રે શુભેચ્છાઓ પાઠવી હતી
કાર્યકરોએ મોડીરાત્રે શુભેચ્છાઓ પાઠવી હતી

હું કોંગ્રેસની વિચારધારાથી જોડાયેલો છું
સુરતની વરાછા બેઠક પરથી ચૂંટણી લડવા કોંગ્રેસે મેદાનમાં ઉતારેલા પ્રફુલ્લભાઈ ઉર્ફે પપન તોગડિયાએ જણાવ્યું હતું કે, પ્રવિણભાઈ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સંસ્થા ચલાવે છે. પહેલા વિશ્વ હિન્દુ પરિષદમાં હતા. વીએસપીના ઇલેક્શનમાં તેઓ સિલેક્ટ ન થયા ત્યારબાદ તેમણે આ પોતાનું સંગઠન શરૂ કર્યું છે. પ્રવિણભાઈ તેમના સંગઠનની વિચારધારા સાથે જોડાયેલા છે. હું કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે જોડાયેલું છું. અમે તમામ ધર્મને સાથે લઈને ચાલનારા પક્ષના વ્યક્તિ છીએ. અમારો અને પ્રવિણભાઈનો પારિવારિક સંબંધ છે. પારિવારિક સંબંધથી જોડાયેલા છીએ. પરંતુ, તે તેમના વિચારથી પક્ષ ચલાવે છે અને હું કોંગ્રેસ પક્ષના વિચારધારા સાથે કોંગ્રેસમાં જોડાયેલો છું.

ગત વખતે કરેલી ભૂલો આ વખતે સુધારી
ગુજરાત વિધાનસભાના ઇલેક્શનનું રણસિંગુ ફુકાઈ ગયું છે.ઈલેક્શનની તારીખો જાહેર થતાની સાથે જ રાજકીય પાર્ટી દ્વારા ઉમેદવારો જાહેર કરવાની ધીમે ધીમે શરૂઆત કરી દીધી છે. કોંગ્રેસ દ્વારા સુરતની કેટલીક મહત્વની બેઠકોના ઉમેદવારો જાહેર કર્યા છે. સૌથી ચર્ચાસ્પદ વરાછા અને કામરેજ બેઠક માનવામાં આવે છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આ બન્ને બેઠકના ઉમેદવારની પસંદગી કરી તેમના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. ગત વખતે કોંગ્રેસ પાર્ટી એ જે ભૂલ કરી હતી તેનું પ્રાયશ્ચિત આ વખતે કર્યું હોય તે રીતે આ બેઠક પર નામ જાહેર કર્યા છે. કામરેજ અને વરાછા બન્ને બેઠક પર કોંગ્રેસે દ્વારા ગત વખતે જાહેર કરાયેલા ઉમેદવારોની જગ્યાએ અંતિમ ઘડીએ ઉમેદવારો બદલી નાખવામાં આવ્યા હતા. કોંગ્રેસે હાર સ્વીકારવી પડી હતી. આ વખતે કોંગ્રેસે તે ભૂલનું પ્રાયશ્ચિત કર્યું હોય તેમ ગયા વખતે જેમની ટિકિટ આપી બાદ પરત ખેંચી લીધી હતી. તેમને કામરેજ અને વરાછા બેઠક પરથી ફરી મેદાને ઉતાર્યા છે.

નિલેશ કુંભાણીને લોકોએ વધાવી લીધા હતાં.
નિલેશ કુંભાણીને લોકોએ વધાવી લીધા હતાં.

કામરેજ અને વરાછા બેઠક પર સૌ કોઈની નજર
સુરતની 12 બેઠકો પૈકી વરાછા કામરેજ બેઠક પર સૌ કોઈની નજર બની રહી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા વરાછા બેઠક પરથી ગત વખત પરત ખેંચી લેવાયેલ ઉમેદવાર પ્રફુલ તોગડીયાને ફરી જ આ વખતે મેદાને ઉતાર્યા છે તો કામરેજ બેઠક પરથી ગત વખત જાહેર કર્યા બાદ મેન્ડેટ રદ કરી દેવામાં આવેલ એવા નિલેશ કુંભાણીને મેદાને ઉતાર્યા છે. બંનેના નામની જાહેરાત હતા મોડી રાત્રે તેમના કાર્યાલય ખાતે ઉજવણી જીવો માહોલ જોવા મળ્યો હતો કાર્યકર્તાઓમાં ઉત્સાહ છવાઈ ગયો હતો.

કોંગ્રેસની વિચારધારાથી કામ કરશે-પ્રફુલભાઈ
કોંગ્રેસની વિચારધારાથી કામ કરશે-પ્રફુલભાઈ

ગઈ વખતની કોંગ્રેસની બંને ભૂલ ભાજપમાં જોડાઈ ગઈ
કોંગ્રેસ દ્વારા ગત વખતે કામરેજ પરથી નિલેશ કુંભાણીનું નામ કાપીને અશોક જીરાવાલાને ટિકિટ આપવામાં આવી હતી. જ્યારે વરાછા બેઠક પરથી પ્રફુલ તોગડિયાનું જાહેર કરાયેલું નામ કાપીને ધીરુ ગજેરાને ટિકિટ ફાળવી દેવામાં આવી હતી. આ બંને ઉમેદવારો કોંગ્રેસ પક્ષમાંથી 2017 ની ચૂંટણી હારી ચૂક્યા હતા.ત્યારબાદ થોડા સમય પછી આ બંને ઉમેદવારો ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો હતો. એટલે કોંગ્રેસને આ વખતે અહેસાસ થયો છે કે જેની ટિકિટ કાપી નાખી હતી છતાં તેઓ કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યા અને જેની પર વિશ્વાસ રાખ્યો હતો તેઓ કોંગ્રેસ છોડી ભાજપમાં ચાલ્યા ગયા છે. ત્યારે કોંગ્રેસે ગત વખતે કરેલી ભૂલ આ વખતે સુધારી કાઢી છે.

બંને ઉમેદવારો અગાઉ કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે
કામરેજ અને વરાછા બેઠક પરથી કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલ ઉમેદવારો અગાઉ આ જ વિસ્તારમાંથી કોર્પોરેટર રહી ચૂક્યા છે. કામરેજ બેઠક પર જાહેર કરાયેલ ઉમેદવાર નિલેશ કુંભાણી યોગીચોક વિસ્તારમાંથી કોર્પોરેટર રહી ચૂક્યા છે. જ્યારે 2019 ના કોર્પોરેશનના ઇલેક્શનમાં તેમનો પરાજય થયો હતો. જ્યારે વરાછા બેઠક પરથી જાહેર કરાયેલ ઉમેદવાર પ્રફુલ તોગડીયા વરાછા ફુલપાડા વિસ્તારમાંથી કોર્પોરેશનું ઇલેક્શન જીતી કોર્પોરેટર રહી ચૂક્યા છે. ઉપરાંત મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા પણ રહી ચૂક્યા છે. આ વિસ્તારમાં બંને ઉમેદવારોનું સારું પ્રભુત્વ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે વરાછા અને કામરેજ બેઠક પરથી તેમના નામ જાહેર થતાં આ બેઠક પરનું ઇલેક્શન ખૂબ જ રોમાંચક બની રહેવાનું હોય તેમ લાગી રહ્યું છે.કોંગ્રેસ પક્ષે બંને ઉમેદવારો પર વિશ્વસ મૂકી નામ જાહેર કરતા બંને ઉમેદવારો દ્વારા કોંગ્રેસને જીત અપાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.ત્યારે ખરેખર અહીં ત્રિપાંખિયો જંગ જામશે તેવું લાગી રહ્યું છે.હવે આવનારા સમયમાં વરાછા અને સરથાણાની બેઠક કયો પક્ષ પોતાના નામે કરે છે.તેની પર સૌ કોઈની નજર બની રહી છે.

જીતનો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો.
જીતનો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો.

કોંગ્રેસે નામ જાહેર કર્યું ત્યારે ઉમેદવાર સુતા હતા કાર્યકરોએ આવી જગાડ્યા
કોંગ્રેસ દ્વારા ગત મોડી રાત્રે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી.જેમાં વરાછા વિધાનસભા બેઠકના ઉમેદવાર તરીકે પ્રફુલ તોગડિયાનું નામ જાહેર કરાયું હતું જો કે લિસ્ટ જાહેર થયું ત્યારે પ્રફુલ તોગડિયા ઘરે સુઈ ગયા હતા.તેમને તો ખબર પણ ન હતી કે મારું નામ જાહેર થઈ ચૂક્યું છે. જોકે તેમના ઘરની બહાર સોસાયટીમાં ફટાકડા ફૂટવા લાગ્યા અને કાર્યકર્તાઓ ઘરે આવી પહોંચી શુભેચ્છા પાઠવવા લાગ્યા ત્યારે ખબર પડી કે કોંગ્રેસ પક્ષ દ્વારા વરાછા બેઠક માટે તેમનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

નાના ભાઈની હત્યા થઈ હતી
પ્રફુલભાઈના નાનાભાઈ ભરતભાઈની છ વર્ષ પહેલા ઘાતકી હત્યા કરવામાં આવી હતી. ભરત તોગડિયા અને બાલુ હીરાણી સહિત ત્રણની હત્યા પાછળ અમરેલી જિલ્લાના બગસરા ગામની જમીનનો વિવાદ કારણભૂત છે. બાલુની બગસરાની જમીન વિવાદમાં હતી. ગૌતમ ગોલ્ડનની બહેન કોમલે તે જમીન ક્લીયર કરી આપી હતી. તેના અવેજ પેટે કોમલ ~50 લાખ માગતી હતી. બાલુ તે આપતા તેની પર હુમલો કરાયો હતો. બાલુને બચાવવા જતા ભરત તોગડિયા, અશોક પટેલની પણ હત્યા કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...