તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:છેલ્લા 5 દિવસમાં 192 એક્ટિવ કેસ ઘટી 1741 થયા, 276 સાજા

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શહેર-જિલ્લામાં કોરોનાના વધુ 241 પોઝિટિવ, વધુ 2નાં મોત

છેલ્લા 5 દિવસમાં 192 એક્ટિવ કેસ ઘટ્યા છે. શહેરમાં 202 અને જિલ્લામાં 39 કેસ સાથે સુરતમાં શનિવારે કોરોનાના વધુ 241 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે સુરતમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 44907 થવાની સાથે 45 હજારની નજીક પહોંચી ગઈ છે. શનિવારે શહેરમાંથી વધુ બે પોઝિટિવ દર્દીના મોત નિપજ્યા સાથે કુલ મૃતાંક 1072 થઈ ગયો છે. શનિવારે શહેરમાંથી 221 અને જિલ્લામાંથી 55 કોરોના દર્દીઓ સાજા થયા છે. સાજા થનારા દર્દીઓની સંખ્યા 42 હજારને પાર કરી 42,094 થઈ ગઈ છે.

ડોક્ટર, ટ્રસ્ટી, શિક્ષક વિદ્યાર્થીને ચેપ
શનિવારે સાઉથ વેસ્ટ ઝોનમાં 4 કાપડ વેપારી, નવી સિવિલના ડોક્ટર, હીરાના વેપારી, સીએ, યુનિવર્સિટીના કર્મચારી, ફાઈનાન્સ કન્સલટન્ટ, વિદ્યાર્થી, જમીન દલાલ, વેસ્ટમાં ટીચર, ચૌટાબજારના દુકાનદાર, રત્નકલાકાર, જ્વેલર્સ, 2 વિદ્યાર્થી, સંજીવકુમાર ઓડિટોરીયમના મેનેજર, બેંક મેનેજર, ઈસ્ટમાં રત્નકલાકાર, સેન્ટ્રલમાં પ્લાસ્ટીક વેપારી, જરી કારખાનેદાર, હીલ્સ સ્કૂલના ટ્રસ્ટી, સાઉથ ઈસ્ટમાં ટીચર, નોર્થ ઝોનમાં હીરાના વેપારી, પી.પી.સવાણી સ્કૂલના ટીચર, સાઉથ ઝોનમાં એકાઉન્ટન્ટ, 2 વિદ્યાર્થી અને સત્યમ હોસ્પિટલના ડોક્ટરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

નાનપુરા અને યુનિ.રોડના વૃદ્ધાના મોત
શહેરમાં શનિવારે વધુ બે કોરોના દર્દીઓના મોત નિપજ્યા છે. જેમાં નાનપુરામાં રહેતા 70 વર્ષીય વૃદ્ધાનો કોરોના પોઝિટિવ આવતા 28 નવેમ્બરે સ્મીમેરમાં દાખલ કરાયા હતા. જ્યાં શનિવારે તેમનું મોત નિપજ્યું હતું. યુનિવર્સિટી રોડના 74 વર્ષીય વૃદ્ધાને કોરોનાનો પોઝિટિવ આવ્યા બાદ 27 નવેમ્બરે વિનસ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં શનિવારે મોત નિપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો