• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In The Last 24 Hours, 7 New Positive Cases Were Reported, The Number Of Active Cases Increased To 25, And The Number Of Hospitalized Patients Increased To 2.

કોરોના સુરત LIVE:નવા 10 પોઝિટિવ કેસ નોંધાયા, એક્ટિવ કેસ વધીને 33, હોસ્પિટલમાં 1 દર્દી દાખલ

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
સંક્રમણમાં ધીમે ધીમે વધારો થતાં ટેસ્ટિંગમાં વધારો કરવાનો નિર્ણય કરાયો છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
સંક્રમણમાં ધીમે ધીમે વધારો થતાં ટેસ્ટિંગમાં વધારો કરવાનો નિર્ણય કરાયો છે.(ફાઈલ તસવીર)
  • અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 205074 કેસ સામે આવી ચૂક્યા છે

સુરત શહેર-જિલ્લામાં ધીમે ધીમે કોરોના સંક્રમણ વધી રહ્યું છે. આજે વધુ 10 પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 92દિવસથી એક પણ દર્દીનું મોત થયું નથી. હાલ સુરત શહેર જિલ્લામાં 33 એક્ટિવ કેસ છે. જેમાંથી એક દર્દી હોસ્પિટલમાં દાખલ છે. વિતેલા 24 કલાકમાં બે દર્દીને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યો છે. ધીમે ધીમે વધી રહેલા સંક્રમણને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ટેસ્ટિંગ અને રસીકરણ પર ભાર મૂકવામાં આવ્યો છે.

શહેર-જિલ્લામાં એક-એક વ્યક્તિ કોરોનામુક્ત
શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 10 કેસ સામે આવ્યા છે. કોરોના પોઝિટિવ આવેલા 8 નવા કેસ શહેરમાં આવ્યા હતા. છેલ્લે ચાલુ વર્ષના માર્ચ મહિનાની 2 તારીખે કુલ શહેર જિલ્લામાં 4 કેસ કોરોનાના પોઝિટિવ નોંધાયા હતા. શહેર-જિલ્લામાંથી એક-એક દર્દી કોરોનામુક્ત બન્યા છે.

202799 લોકો કોરોનામાંથી સાજા થઇ ચુક્યા છે
અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 205074 કેસ સામે આવી ચુક્યા છે જે પૈકી 202801 લોકો કોરોનામાંથી સાજા થઇ ચુક્યા છે. કુલ 2240 લોકો શહેર જિલ્લામાં કોરોનામાં મૃત્યુ પામી ચુક્યાનું સરકારી ચોપડે નોંધાઈ ચૂક્યું છે.