કોરોના સુરત LIVE:વિતેલા 24 કલાકમાં નવા 5 કેસ નોંધાયા, એક્ટિવ કેસ વધીને 20 થયા

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ધીમે ધીમે સંક્રમણ વધતા હોસ્પિટલમાં પણ ફરીથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. (ફાઈલ તસવીર) - Divya Bhaskar
ધીમે ધીમે સંક્રમણ વધતા હોસ્પિટલમાં પણ ફરીથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. (ફાઈલ તસવીર)
  • ધીમે ધીમે સંક્રમણના પગરવને જોતા પાલિકાએ રસીકરણ પર ભાર મૂક્યો છે

સુરત શહેર-જિલ્લામાં સતત છઠ્ઠા દિવસે વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં બે બાળકોનો પણ સમાવેશ થયા છે. છેલ્લા 87 દિવસથી એક પણ દર્દીનું મોત થયું નથી. હાલ સુરત શહેરમાં 20 એક્ટિવ કેસ છે. વિતેલા 24 કલાકમાં એક દર્દીને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યા હતા. ધીમે ધીમે વધી રહેલા સંક્રમણને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ટેસ્ટિંગ અને રસીકરણ પર ભાર મૂકવામાં આવ્યો છે.

જિલ્લામાં એક પણ વ્યક્તિ કોરોના મુક્ત ન બની
શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 5 કેસ સામે આવ્યા હતા. કોરોના પોઝિટિવ આવેલા આ 4 નવા કેસ શહેરમાં અને 1 કેસ જિલ્લામાંથી સામે આવ્યો હતો. છેલ્લે ચાલુ વર્ષના માર્ચ મહિનાની 2 તારીખે કુલ શહેર જિલ્લામાં 4 કેસ કોરોનાના પોઝિટિવ નોંધાયા હતા. 1 દર્દી કોરોના મુક્ત બન્યા હતા. જ્યારે જિલ્લામાં એક પણ વ્યક્તિ કોરોના મુક્ત બની ન હતી.

202793 લોકો કોરોનામાંથી સાજા થઇ ચુક્યા છે
અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 205047 કેસ સામે આવી ચુક્યા છે જે પૈકી 202793 લોકો કોરોનામાંથી સાજા થઇ ચુક્યા છે. કુલ 2240 લોકો શહેર જિલ્લામાં કોરોનામાં મૃત્યુ પામી ચુક્યાનું સરકારી ચોપડે નોંધાઈ ચૂક્યું છે. શહેરમાં કોરોનાના નવા 3 પોઝિટિવ કેસમાં 11 વર્ષની બાળકી પણ સામેલ છે.