કોરોના સુરત LIVE:નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા, એક્ટિવ કેસ વધીને 25, હોસ્પિટલમાં દાખલ દર્દીની સંખ્યા 2 થઈ

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
સંક્રમણ ઘટવા છતાં પાલિકા દ્વારા ટેસ્ટિંગ યથાવત રખાયું છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
સંક્રમણ ઘટવા છતાં પાલિકા દ્વારા ટેસ્ટિંગ યથાવત રખાયું છે.(ફાઈલ તસવીર)
  • અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 205064 કેસ સામે આવી ચુક્યા છે

સુરત શહેર-જિલ્લામાં સતત નવમા દિવસે વધુ 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 90 દિવસથી એક પણ દર્દીનું મોત થયું નથી. હાલ સુરત શહેર જિલ્લામાં 25 એક્ટિવ કેસ છે. જેમાંથી બે દર્દી હોસ્પિટલમાં દાખલ છે. વિતેલા 24 કલાકમાં એક પણ દર્દીને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યો નથી. ધીમે ધીમે વધી રહેલા સંક્રમણને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ટેસ્ટિંગ અને રસીકરણ પર ભાર મૂકવામાં આવ્યો છે.

શહેર-જિલ્લામાં એક પણ વ્યક્તિ કોરોના મુક્ત ન બની
શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 7 કેસ સામે આવ્યા છે. કોરોના પોઝિટિવ આવેલા આ 7 નવા કેસ શહેરમાં આવ્યા હતા. છેલ્લે ચાલુ વર્ષના માર્ચ મહિનાની 2 તારીખે કુલ શહેર જિલ્લામાં 4 કેસ કોરોનાના પોઝિટિવ નોંધાયા હતા. શહેર-જિલ્લામાંથી એક પણ દર્દી કોરોનામુક્ત બન્યા નથી.

202799 લોકો કોરોનામાંથી સાજા થઇ ચુક્યા છે
અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 205057 કેસ સામે આવી ચુક્યા છે જે પૈકી 202799 લોકો કોરોનામાંથી સાજા થઇ ચુક્યા છે. કુલ 2240 લોકો શહેર જિલ્લામાં કોરોનામાં મૃત્યુ પામી ચુક્યાનું સરકારી ચોપડે નોંધાઈ ચૂક્યું છે.

અન્ય સમાચારો પણ છે...