કોરોના એસઓપીની ક્વાયત:સુરત શહેરમાં છેલ્લા 20 દિવસમાં ટ્રેનથી 67,877 યાત્રી આવ્યા

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સપ્તાહમાં 3701 કામદારો પરત થયા

પાલિકાએ પરત ફરી રહેલા કામદારો અને મુસાફરો અંગેની વિગતો માટે રેલવેમાં શરૂ કરેલા કોલ સેન્ટરમાં છેલ્લા 20 દિવસમાં કુલ 67,877 મુસાફરો તથા છેલ્લા અઠવાડિયામાં 3701 કામદારો નોંધાયા છે. આ તમામને કોલ કરી તેમના સરનામા-કામકાજના સ્થળ અંગે વિગતો મેળવી સ્વાસ્થ્ય અંગે તપાસ કરવા કોરોના એસઓપીના પાલન કરાવવા ક્વાયત કરાઈ રહી છે.

પરત ફરી રહેલા કામદારો-શ્રમિકોના સ્વાસ્થ્ય ચકાસણી કર્યા બાદ માર્ગદર્શિકાઓ મુજબ જ કામ પર જોડવામાં આવે તે માટે પાલિકાએ એસઓપી તૈયાર કરી છે. ખાસ કરીને રેલવે મારફતે પરત ફરી રહેલા મુસાફરોના મોનિટરીંગ માટે પાલિકાએ કોલ સેન્ટર બનાવ્યું છે. આવા યાત્રીઓને ફોન કરીને શહેરમાં તેઓની કામગીરીના પ્રકારો, જગ્યા બાબતે વિગતો મેળવવામાં આવી રહી છે. પાલિકા આ વિગતો માંથી શહેરની ઓર્ગેનાઈઝ્ડ ઈન્ડસ્ટ્રી સાથે સંકલન તેમજ અનઓર્ગેનાઈઝ્ડ લેબરની માહિતી અલગ તારવી તેમના કામકાજના સ્થળ અને રહેણાંકના સરનામા સહિતની વિગતો એકત્ર કરવામાં આવે છે. જેમાં, તારીખ 5 ઓગસ્ટ થી રેલવે થકી 67,877 મુસાફરો શહેરમાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...