તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In The Large Varachha Area Of ​​Surat, People Surrounded The Municipality With Outrage As Sewage Water Was Mixed With Drinking Water.

પાણી મુદ્દે હોબાળો:​​​​​​​સુરતના મોટા વરાછા વિસ્તારમાં પીવાના પાણી સાથે ગટરનું પાણી મિશ્રિત થયું હોવાથી લોકોએ આક્રોશ સાથે પાલિકાનો ઘેરાવ કર્યો

સુરત4 મહિનો પહેલા
મહિલાઓ મોટી સંખ્યામાં પાણીને લઈને પાલિકા કચેરીએ પહોંચી હતી.
  • લોકોએ ઘેરાવ કરતાં પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો

સુરત કોર્પોરેશન દ્વારા પ્રિમોન્સુન કામગીરી આ વખતે કરવામાં આવી નથી. જેને લઇને હવે ધીરે ધીરે સમસ્યાઓ ઊભી થવા જઈ રહી છે. વિશેષ કરીને પીવાના પાણીને લઇને લોકોમાં રોષ વધુ જોવા મળી રહ્યો છે. પીવાના પાણીમાં ગટરનું દૂષિત પાણી મિશ્રિત થવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.જેથી મોટા વરાછા વિસ્તારમાં પણ પાણી દૂષિત આવતું હોવાથી લોકોની ફરિયાદનું નિરાકરણ ન આવતાં લોકોના ટોળા પાલિકાએ ધસી આવ્યાં હતાં. જેથી પોલીસ કાફલો પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.

પોલીસ કાફલો વિરોધના પગલે ગોઠવાઈ ગયો હતો.
પોલીસ કાફલો વિરોધના પગલે ગોઠવાઈ ગયો હતો.

પાલિકા કચેરીએ રજૂઆત
મોટા વરાછા વિસ્તારમાંથી લોકો કોર્પોરેશનમાં રજૂઆત કરવા માટે ટેમ્પામાં પહોંચ્યા હતાં. જેને લઇને ભારે ટ્રાફિકજામ મોગલી સરા વિસ્તારની અંદર જોવા મળ્યો હતો. લોકો પોતાના પ્રશ્નનો ઉકેલ આવે તે માટે ઉગ્ર રીતે અધિકારીઓને પણ રજૂઆત કરી હતી. છેલ્લા ઘણા સમયથી તેઓ વારંવાર સ્થાનિક અધિકારીઓને રજૂઆત છતાં હજી સુધી તેમના પ્રશ્નો હલ આવ્યો નથી. કોર્પોરેશન ખાતે મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકત્રિત થઈને પોતાના પ્રશ્નનો ઝડપથી ઉકેલ આવે તેના માટે તેના માટે ઉગ્ર રીતે રજૂઆત કરી હતી.

પાલિકાની કચેરી લોકોએ હલ્લાબોલ કર્યુ હતું.
પાલિકાની કચેરી લોકોએ હલ્લાબોલ કર્યુ હતું.

રોગચાળો ફેલાયો છે
મનસુખ સાવલિયા જણાવ્યું કે, અમારા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરનું પાણી પીવાના પાણીમાં મિશ્રિત થઈ જાય છે. જેના કારણે લોકો પાણીજન્ય રોગોથી પીડાય રહ્યા છે. આગામી દિવસોમાં ચોમાસા દરમિયાન આ સમસ્યા વધુ વકરી શકે તેવી પૂર્ણ શક્યતાઓ છે.જેને કારણે પાણીજન્ય રોગોમાં કોલેરા ગેસ્ટ્રો થઈ શકે છે. આરોગ્ય વિભાગ અને હાઇડ્રોલિક વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી આ કામનો ઉકેલ લાવવો જરૂરી છે. તાજેતરમાં જ કઠોર વિસ્તારમાં આપણે દૂષિત પાણીના કારણે 6 લોકોના મોત થયા હતાં.તેમજ ઘણા લોકો દૂષિત પાણી પીવાથી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. તે ઘટનાનું પુનરાવર્તન ન થાય તેનું સત્તાધીશો અને અધિકારીઓના ધ્યાન રાખવું જોઈએ.