કામગીરી:IT અપીલના હિયરિંગ સિસ્ટમ કેસમાં 3 માસ બાદની મુદત પડી

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુંબઇ હાઇકોર્ટમાં સુનાવણી ચાલુ હોવાથી સુપ્રીમમાં તારીખ, ઓનલાઈન હિયરિંગની ક્ષતિ દૂર કરવા માંગ

આઇટી અપીલમાં હિયરિંગ સિસ્ટમ બદલાયા બાદ સી.એ. અને કરદાતાઓમાં છુપો રોષ જોવા મળી રહ્યો છે. એટલે જ સમગ્ર પ્રકરણને મુંબઇ હાઇકોર્ટ અને બાદમાં સુપ્રીમ કોર્ટમાં પડકારાયું છે. બુધવારે સુપ્રીમમાં હિયરિંગ દરમિયાન 3 મહિના બાદની મુદત પડી હતી. સી.એ. વિરેશ રૂદલાલ કહે છે કે સમગ્ર કેસમાં સુપ્રીમનું આંકલન છે કે પહેલાં મુંબઇ હાઇકોર્ટમાં પેન્ડિંગ કેસ ચાલે અને ત્યારબાદ તેની સુનાવણી સુપ્રીમમાં થાય. સી.એ. પ્રજ્ઞેશ જગાશેઠે જણાવ્યું હતું કે, ઓનલાઇન હિયરિંગમાં કેટલીક ક્ષતિઓ દુર કરવા માટે અને કરદાતાઓની રજૂઆત હજુ યોગ્ય રીતે સાંભળવામાં આવે એ માટેની અરજી થઈ છે.

ફેસલેસ સિસ્ટમમાં કરદાતાઓને હજી મુશ્કેલી
આઇ અપીલ અને ત્યારબાદના તબક્કામાં પણ ફેશલેસ એસસેમેન્ટ ચાલે છે. એટલે કે કરદાતાએ દરેક માહિતી ઓનલાઇન આપવાની હોય છે. જ્યારે અગાઉની સિસ્ટમ મુજબ હિયરિંગ રૂબરૂ થતું હતું. જો કે, ફેશલેસ સિસ્ટમમાં કેટલીક ખામીઓ છે. ઘણીવાર ઇશ્યુ સમજાવવામાં સી.એ. અને વકીલને ઘણી જ તકલીફો પડે છે. આ જ કારણોસર મુંબઇ હાઇકોર્ટ અને સુપ્રીમમાં રૂબરૂ હીયરિંગમાં છુટ અપાવવા અરજી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...