• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In The Hope Of Mass Promotion In The Board, The Student Wrote Only The Questions In The Answer Book, Marcus Got 'Zero' Out Of 600.

ભાસ્કર એક્સક્લૂઝિવ:સુરતના વિદ્યાર્થીએ બોર્ડમાં માસ પ્રમોશનની આશાએ ઉત્તરવહીમાં સવાલો જ લખી નાખ્યાં, માર્કસ મળ્યાં 600માંથી ‘શૂન્ય’!

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
રિઝલ્ટની તસવીર - Divya Bhaskar
રિઝલ્ટની તસવીર
  • ‘કોરોનામાં ધો.8, 9માં માસ પ્રમોશન મળ્યું હતું એટલે આશા હતી’

કોરોના વાયરસની મહામારીમાં રાજ્યના શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓને ધો.8 અને 9માં માસ પ્રમોશન આપ્યું હતું, જેથી ધો.10માં પણ માસ પ્રમોશન આપશે. આમ, આવી આશાથી મૂળ અમદાવાદના અને હાલમાં સુરતમાં રહેતા ધોરણ 10ના વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષામાં ઉત્તરવહીમાં પ્રશ્નપત્રના પ્રશ્ન જ લખ્યા હતા. જોકે, શિક્ષણ વિભાગે માસ પ્રમોશન નહીં આપતા વિદ્યાર્થી ફસાઇ ગયો હતો અને તેને 6 વિષયમાં 600માંથી 000 માર્ક્સ મળ્યા હતા.

600માંથી શૂન્ય માર્ક્સ મળતા વિદ્યાર્થીએ કહ્યું હતું કે કોરોના વાયરસની મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી એટલે કે ધોરણ 8 અને ધોરણ 9માં મારા સહિતના રાજ્યના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું હતું. તેવામાં જ ગયા વર્ષ શિક્ષણ બોર્ડે પણ ધોરણ-10 અને 12ની મુખ્ય જાહેર પરીક્ષા નહીં લઇને માસ પ્રમોશન આપ્યું હતું. જેથી મને આશા હતી કે આ વર્ષે પણ માસ પ્રમોશન આપશે. જેથી મે પરીક્ષામાં પ્રશ્નપત્રના જે પણ પ્રશ્ન હતા, એ જ પ્રશ્ન ઉત્તરવહીમાં લખ્યા હતા. પણ શિક્ષણ બોર્ડે માસ પ્રમોશન નહીં આપ્યું અને ઉત્તરવહી તપાસી હતી.

વિદ્યાર્થીએ શિક્ષણ બોર્ડે તેને અન્યાય કર્યાની લાગણી વ્યક્ત કરી
વિદ્યાર્થીએ ફરિયાદ કરતા એવું કહ્યું હતું કે શિક્ષણ બોર્ડે મારી સાથે અન્યાય કર્યો છે. પરીક્ષા મારી પાછળની બેંચ પર બેઠેલા મિત્રએ પણ મારી જેમ જ ઉત્તરવહીમાં પ્રશ્નપત્રના પ્રશ્ન જ લખ્યા હતા. જેને 6 વિષયમાં 3થી 5 સુધીના માર્ક્સ મળ્યા છે. જેથી મારા પણ એટલા જ માર્ક્સ આવવા જોઇતા હતા. પણ મને 000 માર્ક્સ આપ્યા હતા.

‘જીવનની છેલ્લી પરીક્ષા નથી, મારે તો ફોટોગ્રાફીમાં કેરિયર બનાવવું છે’
વિદ્યાર્થીએ ખૂબ જ સારી વાત કહી હતી અને તે એમ હતી કે આ મારા જીવનની કોઇ છેલ્લી પરીક્ષા નથી. મને ખબર હતી કે હું પાસ થવાનો નથી. મારા માતા-પિતાને પણ ખબર તે વાતની ખબર હતી. જોકે, આ મારી પહેલી ટ્રાયલ હતી અને બીજી ટ્રાયલ આપશી, પણ સાથે સાથે ફોટોગ્રાફીનો કોર્સ પણ કરીશ. મને ફોટોગ્રાફીનો ખૂબ જ શોખ છે અને હું તેમાં કેરિયર બનાવીશ. આ રિઝિલ્ટથી મને કોઇ અસર પડી નથી. કારણ કે, જીવનમાં ઘણા રસ્તા છે અને તેની પર ધ્યાન આપી આગળ વધી શકો છો.

અન્ય સમાચારો પણ છે...