વિડીયો કોન્ફરન્સમાં વિરોધ:સામાન્ય સભામાં બિસ્માર રસ્તા, ખાડીપૂરને લઇને પ્લેકાર્ડ બતાવ્યા

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સામન્ય સભાની બેઠક માં આવી રીતે પ્લે કાર્ડ બતાવી વિરોધ કરાયો હતો. - Divya Bhaskar
સામન્ય સભાની બેઠક માં આવી રીતે પ્લે કાર્ડ બતાવી વિરોધ કરાયો હતો.
  • એજન્ડા પરના તમામ કામો મંજૂર કરીને સભા આટોપી લેવાઈ
  • સભ્યોને બોલવા દેવામાં ન આવતા શહેરહિતના મુદ્દે કોઇ ચર્ચા ન થઈ

શુક્રવારે સુરત મહાનગર પાલિકામાં વિડીયો કોન્ફરન્સથી મળેલી સામાન્ય સભામાં શહેરના વરસાદમાં ધોવાયેલા બિસ્માર રસ્તા, ખાડીપૂરની સમસ્યા અને શહેરમાં કોરોના સંક્રમણ વધવા માટે રત્નકલાકારને જવાબદાર ગણાવવા મુદ્દે વિપક્ષના બે સભ્યે પ્લેકાર્ડ દેખાડી વિરોધ કર્યો હતો.

ચોમાસામાં તૂટેલા ખાડાઓથી લોકોને પડતી હાલાકી અંગે વિપક્ષના સભ્ય શૈલેષ રાયકાએ વિરોધ કર્યો હતો
કોરોનાકાળથી સુરત મહાનગર પાલિકાની સામાન્ય સભા ઓનલાઇન બોલાવવામાં આવી રહી છે. જેમાં સભ્યોને બોલવા દેવામાં ન આવતા શહેરહિતના મુદ્દે કોઇ ચર્ચા થઇ રહી નથી. જેથી વિપક્ષના સભ્યો મૌન રહીને પ્લે કાર્ડથી વિરોધ કરી રહ્યા છે. દરમ્યાન આજે મળેલી સામાન્ય સભામાં ખાડી ડેવલપમેન્ટ પાછળ 250 કરોડથી વધુનો ખર્ચ છતાં લિંબાયતમાં ખાડીપૂરની સમસ્યા સાથે વાર્ષિક 100 કરોડથી પણ વધુ ખર્ચે છતાં ચોમાસામાં તૂટેલા ખાડાઓથી લોકોને પડતી હાલાકી અંગે વિપક્ષના સભ્ય શૈલેષ રાયકાએ વિરોધ કર્યો હતો. સુરતને ખાડીના પુર સાથે રોડને ખાડા મુકત કરો એવા પ્લેકાર્ડ બતાવી વિરોધ કરાયો હતો. જ્યારે નગરસેવક દિનેશ કાછડીયાએ શહેરમાં કોરોના સંક્રમણ વધવા માટે હાઇકોર્ટમાં રત્નકલાકારને જવાબદાર ગણાવનાર સરકારને માફી માંગવા અંગે બેનરો લઇ વિરોધ વ્યકત કર્યો હતો.સામાન્ય સભા પૂર્વ નગરસેવક નરેન્દ્ર ગાંધી અને ઉર્મિલા રાણાના અવસાનમાં બે મિનિટ મૌન પાળી પાંચ મિનિટ સુધી મુલતવી રાખવામાં આવી હતી. ત્યારબાદ એક જ સાથે એજન્ડા પરના તમામ કામો મંજૂર કરીને સભા આટોપી લેવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...