હવે એક જ દિવસમાં ફોર્મ ભરવા પડાપડી:પ્રથમ તબક્કાની ચૂંટણીના ફોર્મ ભરવામાં શનિ-રવિની રજા, સોમવારે બપોરે 3 સુધી જ ફોર્મ સ્વીકારાશે

સુરતએક મહિનો પહેલા
શનિ રવિની રજાને લઈ રાજકીય પક્ષના ઉમેદવારોનો ફોર્મ ભરવા માટે પડાપડી

ગુજરાત વિધાનસભા ઇલેક્શનના પ્રથમ ચરણની ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો માટે હવે માત્ર બે દિવસ જ બાકી રહ્યા હતા.12 અને 13 શનિ-રવિની રજાઓ હોવાથી આ દિવસોમાં ઉમેદવારો ફોર્મ ભરી શકાશે નહીં. જેને લઇ આજે અંતિમ દિવસ પહેલાનો એક દિવસ બાકી હતો. આ કારણથી તમામ રાજકીય પક્ષોના ઉમેદવારોમાં ફોર્મ ભરવા માટેની હોડ લાગી હતી. એક જ દિવસમાં તમામ રાજકીય પક્ષના અનેક ઉમેદવારોએ આજે ફોર્મ ભરી દીધા હતાં. હવે 14 તારીખનો છેલ્લો દિવસ માત્ર એક જ દિવસ બાકી રહ્યો હોવાથી ઉમેદવારો માટે ફોર્મ ભરવાનો સમય બહુ ઓછો રહેશે. જેથી પડાપડી થશે અને છેલ્લી ઘડીએ ફોર્મ ન ભરાય ઘણા ઉમેદવારોના એવી સ્થિતિ પણ સર્જાય તેવી વકી છે.

ઉમેદવારો ફોર્મ ભરવા માટે ક્લેક્ટર કચેરીએ પહોંચ્યા હતા.
ઉમેદવારો ફોર્મ ભરવા માટે ક્લેક્ટર કચેરીએ પહોંચ્યા હતા.

હવે માત્ર એક જ દિવસ રહ્યો
ગુજરાતી વિધાનસભાના પ્રથમ ચરણના ઇલેક્શન માટે ઉમેદવારોના ફોર્મ ભરવાની અંતિમ તારીખ 14 નવેમ્બર એટલે કે સોમવારનો દિવસ છે. પરંતુ તે પહેલા આવતા શનિ-રવિ સરકારી કર્મચારીઓ માટે રજા હોવાથી આ દિવસોમાં ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. ચૂંટણી અધિકારીએ જ આ બાબતની સ્પષ્ટતા કરી છે. જેને લઇ આજે શુક્રવારે ફોર્મ સ્વીકારવાનો અંતિમ દિવસનો આગળનો દિવસ હોવાથી જે જે પક્ષના ઉમેદવારો નક્કી થઈ ગયા છે. તેમાંથી મોટાભાગના ઉમેદવારો દ્વારા આજે ફોર્મ ભરવા પહોંચ્યા હતા. ભાજપ, કોંગ્રેસ અને આપ તમામ પક્ષના દિગ્ગજ નેતાઓ પણ આજના દિવસે ફોર્મ ભરવા માટે પહોંચી ગયા હતા.

પૂર્ણેશ મોદીએ વિજય મૂહુર્તમાં ફોર્મ ભર્યું હતું.
પૂર્ણેશ મોદીએ વિજય મૂહુર્તમાં ફોર્મ ભર્યું હતું.

રાજકીય પક્ષોના ઉમેદવારોએ ફોર્મ ભરવામાં દોટ લગાવી
ગુજરાત વિધાનસભા માટે સુરત સહિત જીલ્લાની કુલ ૧૬ બેઠકો છે. મોટાભાગના તમામ રાજકીય પક્ષોના ઉમેદવારો આ તમામ બેઠકો પરથી જાહેર થઈ ચૂક્યા છે. આ તમામ ઉમેદવારો માટે ઉમેદવારીમાં નામાંકન ભરવાનો છેલ્લો દિવસ 14 તારીખે સોમવારનો છે. તેમ છતાં તમામ રાજકીય પક્ષોના મોટાભાગના ઉમેદવારોએ ફોર્મ ભરવામાં આજે દોટ લગાવી હતી. ભાજપ, કોંગ્રેસ અને આપ તમામ પક્ષના મોટાભાગના ઉમેદવારો દ્વારા આજે અચાનક જ ફોર્મ ભરવા પોતાના સમર્થકો સાથે પહોંચી રહ્યા હતા.જુદી જુદી રાજકીય પક્ષના ઉમેદવારો અને સમર્થકો એક જ સમયે ભેગા પણ થઈ ગયા હતા.

વિનુ મોરડિયાએ કતારગામ બેઠક માટે ફોર્મ ભર્યું હતું.
વિનુ મોરડિયાએ કતારગામ બેઠક માટે ફોર્મ ભર્યું હતું.

હવે અંતિમ ઘડીએ વધી જશે ઘસારો
આવતીકાલે શનિ અને રવિની જાહેર રજાઓ છે. જેમાં ચૂંટણી અધિકારીઓ પણ રજા ઉપર રહેશે. આ બંને દિવસોમાં એક પણ ઉમેદવારનું ફોર્મ સ્વીકારાશે આવશે નહીં .તેવી સ્પષ્ટ ચૂંટણી અધિકારીએ જાહેરાત કરી છે.ત્યારે આજે અનેક પક્ષના ઉમેદવારોએ પોતાના નામાંકન પત્ર ભરી પોતાની બેઠક સિક્યોર કરી દીધી છે. પરંતુ હજુ પણ અનેક ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાના બાકી રહ્યા છે. ભાજપ કોંગ્રેસ અને આપ આ તમામ મોટા પક્ષના ઉમેદવારોમાંથી હાલ પણ ડઝનથી વધુ ફોર્મ ભરવાના બાકી છે. ત્યારે સોમવારે અંતિમ દિવસે ઉમેદવારોનો ભારે ઘસારો જોવા મળશે. બાકી રહેલા તમામ ઉમેદવારો માટે હવે સોમવારે 3:00 વાગ્યા સુધીનો છેલ્લો સમય બાકી રહ્યો છે.

ઉમેદવારોએ વિજય મૂહુર્ત માટે રાહ પણ જોઈ હતી.
ઉમેદવારોએ વિજય મૂહુર્ત માટે રાહ પણ જોઈ હતી.

ભાજપમાં આજે ફોર્મ પણ ભરાઈ ગયા
ગુજરાત વિધાનસભા ઇલેક્શનને લઈ ભાજપ દ્વારા ગતરોજ હજુ તો ઉમેદવારોના નામ જાહેર કરાયા છે ત્યારે સુરતના 11 ઉમેદવારો પૈકી 6 ઉમેદવારો હોય તો આજે ફોર્મ પણ ભરી દીધા છે.હવે સોમવારે અંતિમ દિવસ બાકી રહેતો હોવાથી ભાજપના છ ઉમેદવારો એ તો તાત્કાલિક ફોર્મ ભરી દીધા છે.જેમાં કતારગામના ધારાસભ્ય અને મંત્રી વીનુ મોરડીયા પશ્ચિમના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી અને ઓલપાડના ધારાસભ્ય અને મંત્રી મુકેશ પટેલ સહિતના રીપીટ કરાયેલા અન્ય પાંચ ધારાસભ્ય દ્વારા આજે ફોર્મ ભરી પણ લીધા હતા.

રાજકીય પક્ષોના જયકારા સાથે પરિસર ગુંજી ઉઠ્યા
આજે જુદા જુદા રાજકીય પક્ષોના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભરવા પહોંચી ગયા હતા.ત્યારે જે જગ્યાએ જે વિધાનસભા માટે ઉમેદવારી પત્રક ફોર્મ ઉમેદવારો ભરવાનું હોય છે ત્યાં એક સાથે જુદી જુદી પાર્ટીના સમર્થકો સાથેના ઉમેદવારો ભેગા થઈ ગયા હતા.આજે દિવસ દરમિયાન ઉમેદવારી પત્રક ભરવાના સ્થળ પર જાણે કોઈ મેળો લાગ્યો હોય તેમ જુદા જુદા રાજકીય પક્ષોઅને ઉમેદવારોના જયઘોષથી પરિષરો ગુંજી ઉઠ્યા હતા.ઇલેક્શન ની તારીખ જાહેર થઈ ત્યારથી આજ દિન સુધી શું કામ બાકી રહેલ આ સ્થળો આજે છેલ્લી ઘડીઓમાં ઉમેદવારોના જય ઘોષ સાથે ગુંજી ઉઠ્યા હતા.

નામ જાહેર થયાના બીજા જ દિવસે ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચ્યા હતાં.
નામ જાહેર થયાના બીજા જ દિવસે ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચ્યા હતાં.

પાર્ટીના દિગ્ગજ નેતાઓએ આજે ફોર્મ ભર્યા
ઉમેદવારી પત્રક ભરવાનો 14 તારીખે સોમવાર અંતિમ દિવસ હોવાથી અને તે પહેલા શનિ-રવિની રજા હોવાથી આજે અનેક રાજકીય પક્ષોના મોટા નેતાઓએ પણ પોતાની ઉમેદવારીના ફોર્મ ભરી દીધા હતા.આમ આદમી પાર્ટીમાંથી કતારગામ વિધાનસભા સીટ પરથી ઉમેદવારી કરનાર અને આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા એ પણ આજે ઉમેદવારી ફોર્મ ભર્યું તેની સાથે આપના અન્ય ચાર જેટલા ઉમેદવારો એ પણ ફોર્મ ભર્યા હતા તો કોંગ્રેસમાંથી પશ્ચિમ બેઠક પરથી લડનાર સંજય પટવા કતારગામથી લડનાર કલ્પેશ વરિયા સહિત અન્ય ચાર જેટલા ઉમેદવારોએ આજે ફોર્મ ભરી દીધા હતા.તો સામે ભાજપ દ્વારા ગઈકાલે જાહેર કરવામાં આવેલી યાદી માંથી છ જેટલા ઉમેદવારોએ અંતિમ ઘડીના આગલા દિવસે ફોર્મ ભરી પોતાનું નામાંકન સિક્યોર કરી દીધું હતું.

અન્ય સમાચારો પણ છે...