તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બિઝનેસ:પ્રથમ બોર્ડ મિટિંગમાં જ એમડી સવજી ચૌધરીએ રાજીનામું ધર્યું

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુમુલ ડેરીમાં સત્તા પરિવર્તન થતાં વિવિધ પદ્દમાં પરિવર્તન
  • બોર્ડની મિટિંગમાં ઉપપ્રમુખ રાજુ પાઠકની ગેરહાજરી

4500 કરોડનો વહીવટ ધરાવતી સુમુલમાં નવા પદાધિકારીઓની વરણી પછી વિવિધ પદ્દમાં મોટા ફેરફાર સર્જાયા છે. શનિવારે યોજાયેલી પ્રથમ બોર્ડ મિટિંગમાં સુમુલ ડેરીના એમડી સવજી ચૌધરીએ રાજીનામુંં આપી દીધું છે. સત્તા પરિવર્તન સાથે ચેરમેન માનસિંહ પટેલે વહીવટી તંત્રમાં ધરમૂળથી ફેરફારો શરૂ કર્યા છે. શનિવારે સુમુલના નવ નિયુક્ત ચેરમેન માનસિંહ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી પ્રથમ બોર્ડ મિટિંગમાં સુમુલ ડેરીમાં યોજી હતી. જેમાં અત્યાર સુધી એમડી પદ્દ પરથી જવાબદારી પુરી પાડતા સવજી ચૌધરીએ રાજીનામું આપી દીધું હતું. જેને બોર્ડે સ્વીકારી લીધુ છે.

આ ઉપરાંત નવા એમડી તરીકેનો ચાર્જ અરૂણ પુરોહિતને સોંપવાનો નિર્ણય કર્યો છે. વધુમાં બોર્ડે સુમુલમાં એચ.આર અને પરચેઝ વિભાગના મેનેજર તરીકે ફરજ બજાવતા આરતી મહેતાની બદલી નાસિક પ્લાન્ટમાં કરી તેમના સ્થાને ભુપેશ પરીખને ઇન્ચાર્જ મેનેજરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ બન્ને અધિકારી વર્તમાન ઉપપ્રમુખ રાજુ પાઠક જ્યારે ચેરમેન હતા ત્યારે મહત્વના હોદ્દાઓ પર હતા.

આ 2 પદ્દમાં ફેરફાર થવાની સાથે શહેરના એલ.પી સવાણી રોડ અને સુમુલ ડેરીના પાર્લરના કોન્ટ્રાક્ટ સહકારી મંડળીઓને સોંપવાનો પણ નિર્ણય બોર્ડે લીધો છે. સુમુલ ડેરીની શનિવારે મળેલી બોર્ડ મિટિંગમાં વાઇસ ચેરમેન રાજુ પાઠકની ગેરહાજરી નોંધાય હતી.

મહેસાણામાં ભાવિ આયોજનનું કારણ
નિર્વિવાદ તરીકે બધાને સાથે રાખી પશુપાલકો અને ડેરીના હિતને ધ્યાને રાખી ફરજ બજાવી હતી. હવે મારા વતન મહેસાણામાં ભાવિ આયોજનની વ્યસ્તતાને લીધે સુમુલના એમડી તરીકે રાજીનામું આપ્યુ છે. > સવજી ચૌધરી, તત્કાલીન એમડી, સુમુલ ડેરી

અન્ય સમાચારો પણ છે...