ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટીની ચૂંટણી આગામી 26મી માર્ચના રોજ યોજાનાર છે. જે પહેલા ધૂરંધર ઉમેદવારોના ફોર્મ રીજેક્ટ થયા છે, કુલ 158 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં જેમાંથી 24 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થતા ચર્ચાનો વિષય બન્યો છે.
જોકે, બીજી તરફ ફોર્મ રિજેક્ટ થયેલા ઉમેદવારો રિવ્યુ કમિટીમાં દરખાસ્ત કરવા માટે તૈયારી કરી રહ્યા છે. ચેમ્બર ઓફ કોમર્સ મહાજનોની સંસ્થા છે, જેમાં આગામી 26મી માર્ચના રોજ મેનેજિંગ કમિટીની ચૂંટણી યોજાશે. જેમાં 75 સિટો માટે 158 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં. જ્યારે લાઈફ કેટેગરીમાં 46 સીટો માટે 123 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં.
જેમાંથી 20 ઉમેદવારો, પ્લેટિનમ, ચિપ પેટ્રન, પેટ્રન, અને રિજનલ કેટેગરીમાં મળીને કુલ 24 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થયા હતાં. જેમાં ખાસ કરીને ઉમેદવારોની ફોર્મમાં સહિ, ટેકેદારોની સહિ ન હોય અથવા સહિ મેળ ખાતી ન હોય તેવી ભૂલોને કારણે ફોર્મ રિજેક્ટ થયા હતા.
લાઈફ કેટેગરીમાં દિપક ગોંડલિયા, દેવેન્દ્ર ગરૂડા, દેવરાજ મોદી, જયેશ ગાંધી, ડો.જયના ભક્તા, જીતેન્દ્ર રાદડિયા, મદનલાલ ભાટિયા, મહેક ગાંધી, મયુરી મેવાવાલા, મુકેશ ખચરિયા, ડો.પારૂલ વડગામા, પિયુષ પટેલ, રાજેન્દ્ર લાલવાલા, રાજેશ વઘાસિયા, સમીર પટેલ, સંજય ખાટીવાલા, સ્વાતિ શેઠવાળા, વર્ષા ઠક્કર, વિજય માંગુકિયા અને વિમલ બેકાવાલાનું ફોર્મ રિજેક્ટ થયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.