તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:ચેમ્બરની ચૂંટણીમાં સહકાર પેનલ સામે પરિવર્તન પેનલનું કમળ કરમાયું

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
વિજેતા થયેલી સહકાર પેનલ - Divya Bhaskar
વિજેતા થયેલી સહકાર પેનલ
 • કુલ મતદાન 1731 થયું, 156 મત ઈનવેલિડ, 1575 મત વેલિડ થયા
 • 200ની આસપાસ મત મળતા પરિવર્તન પેનલના આઠેય ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ

ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં સહકાર પેનલ સામે પરિવર્તન પેનલની કરારી હાર થઈ છે. ચૂંટણીમાં કુલ 1731 મતદાન થયું હતું. જેમાંથી 156 મત ઈનવેલિડ થયા હતાં જ્યારે 1575 મત વેલિડ થયા હતાં. સહકાર પેનલ વિજેતા થતા સરસાણા કન્વેનશન સેન્ટર ખાતે ઉત્સવનો માહોલ છવાઈ ગયો હતો. સતત બીજા વર્ષે ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી યોજાઈ રહી છે. ગત વર્ષે 1800ની આસપાસ મતદાન થયું હતું. ચેમ્બરમાં 9500 મેમ્બર છે પરંતુ આ મેમ્બરો મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં જાણે ઓછો રસ બતાવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે, માત્ર 20 ટકાથી પણ ઓછું મતદાન થાય છે.

અનેક વિવાદો પછી આજે ચેમ્બરની મેનેજિંગ કમિટીની ચૂંટણી પૂર્ણ થઈ હતી. 46 બેઠકો માટે 54 ઉમેદવારો મેદાનમાં પડ્યા હતાં. જેમાં સહકાર પેનલના 46 અને પરિવર્તન પેનલના 8 ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો હતો. અનેક વિવાદો બાદ આખરે ચૂંટણીની તારીખ આવી ગઈ છે. કારણ કે, ઈલેક્શન કમિટી દ્વારા નાની-નાની બાબતોને લઈને 52 ઉમેદવારોના ફોર્મ રદ કર્યા હતાં. ઈલેક્શન કમિટીને પડકાર આપીને 35 ઉમેદવારો આર્બિટ્રેશનમાં ગયા હતાં. આર્બિટ્રેશન કમિટીએ ચૂકાદો આપ્યા બાદ ઈલેક્શન કમિટીને ઉથલાવવા માટેના પણ પ્રયાસો કરવામાં આવ્યા હતાં.

આ વિવાદ શાંત થતાં ફરી નવા આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા ઉમેદવારોને ઈલેક્શન કમિટી કમળનું ચિન્હ ફાળવી દેતા નવો વિવાદ સર્જાયો હતો. આમ અનેક વિવાદો બાદ આખરે રવિવારે ચૂંટણી શાંતિ પૂર્ણ સંપન્ન થઈ હતી. જેમાં કમળનું નિશાન માંગનાર પરિવર્તન પેનલની કરારી હાર થઈ હતી. પરિવર્તન પેનલના તમામ ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ થઈ છે.

મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં વેલિડ વોટિંગના 30 ટકા મત મળવા જોઈએ. તો તેમની ડિપોઝિટ ડૂલ થતી નથી. પરંતુ મતદાતાઓએ પરિવર્તન પેનલના સુપડાં સાફ કરી નાંખ્યા હતાં. પરિવર્તન પેનલના ઉમેદવારોને ઓછામાં ઓછાં 500 મતની જરૂર હતી પરંતુ મોટાભાગના ઉમેદવારોને 200ની આસપાસ મત મળ્યા હતાં જેથી પરિવર્તન પેનલના આઠેય ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો