ફરિયાદ:દંપતીના ઝઘડામાં પતિએ આવેશમાં આવી પત્નીને સ્ટીલની ખાંડણી મારી દીધી હતી

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પત્નીએ ફરિયાદ નોંધાવી

અડાજણમાં દંપતી વચ્ચેના ઝઘડામાં પતિએ પત્નીને માથામાં સ્ટીલની ખાંડણી  મારી દીધી હતી. અઠવાડિયા પહેલા આ બનાવ બન્યો હતો. જે તે વખતે મહિલાએ જાતે ઈજા કરી હોવાનું હોસ્પિટલમાં લખાવ્યું હતું. અડાજણ સન રેસીડન્સીમાં રહેતી ફાલ્ગુની શ્રીધર ઐયરનો છેલ્લા કેટલાક સમયથી પતિ જોડે ઝઘડો ચાલતો હતો. 28મી તારીખે પતિના કુટુંબીજનોની દખલગીરી કરતા દંપતી વચ્ચે ઝઘડો થયો હતો.

પતિએ પત્નીને સ્ટીલની ખાંડણી મારી દીધી હતી. મહિલાએ પડોશીઓ હોસ્પિટલમાં લઈ ગયા હતા. શરૂઆતમાં મહિલાએ હોસ્પિટલમાં જાતે ઈજા કરી હોવાનું જણાવ્યું હતું. ફાલ્ગુની ઐયરે શનિવારે અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે પતિ શ્રીધર ચંદ્રન ઐયર સામે હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો છે. વધુમાં દંપતી વેસુમાં એન્જીનીયરીંગ કંપની પ્રોડક્ટનું વેચાણ કરે છે, પતિ પત્નીને શંકાની નજરે જોતો હતો. રૂપિયાની બાબતે પણ મહિલાએ પતિનું જોઇન્ટ બેંક ખાતું હતું. તે પણ પત્નીએ સીઝડ કરાવી દીધું હતું.

અન્ય સમાચારો પણ છે...