• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In The Case Of The Child's Death Due To A Collision With A Garbage Truck, The Civil Handed Over The Body Without Informing The PM Or The Police

બેદરકારી:કચરા ગાડીની ટક્કરે બાળકના મોતમાં સિવિલે PM કે પોલીસને જાણ કર્યા વિના જ લાશ સોંપી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાનૂની પ્રક્રિયાથી અજાણ માતાને પોલીસ-હોસ્પિટલના ધક્કા ખાવાનો વારો

પાંડેસરામાં મહિના પૂર્વે પાલિકાની કચરા ગાડીની ટક્કરે આવેલા બાળકને સિવિલમાં દાખલ કરાયા બાદ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. જેની સિવિલના તબીબો દ્વારા પોલીસને જાણ કર્યા વગર અને પીએમ વગર જ મૃતદેહ પરિવારને સોંપી દેવાયો હતો. આ પ્રક્રિયાથી અજાણ માતા હવે પોલીસ અને હોસ્પિટલના ધક્કા ખાઇ રહી છે.

પાંડેસરા કર્મયોગી સોસાયટી વિભાગ-3માં રહેતા રાજમણી સિંગ ડાઈંગ મીલમાં નોકરી કરે છે અને તેમના પત્ની પણ તેમની સાથે મીલમાં કામ કરી પરિવારના ગુજરાનમાં મદદરૂપ થાય છે. તેમનો પુત્ર રિતીક(6)ગઈ તા.7 ઓક્ટોબરના રોજ રાજમણીસિંગ અને તેમના પત્ની નોકરી પર હતા ત્યારે ઘરે હાજર રિતીક ઘર નજીક રમતો હતો.

દરમિયાન પાલિકાની કચરાની ગાડીએ તેને ટક્કર મારતા માર્યા બાદ 20 ઓક્ટોબરના રોજ રિતીકનું મોત નિપજ્યું હતું. રિતીકના મોત નિપજ્યા બાદ પણ પોલીસને ઇન્ફોર્મ કરી પોસ્ટમોર્ટમ કરાવવાની જગ્યાએ તેનો મૃતદેહ પણ પરિવારને પોસ્ટમોર્ટમ વગર સોંપી દીધો હતો. સમગ્ર પ્રક્રિયાથી અજાણ પરિવાર મૃતદેહ લઈ જતો રહ્યો હતો અને અંતિમ વિધી પણ કરી દીધી હતી. હવે પુત્રને ટક્કર મારી મોતને ઘાટ ઉતારનાર કચરા ગાડીના ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાવવા માટે તેની માતાએ ધક્કે ચડવાનો વખત આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...