કોર્ટનો આદેશ:IT પોર્ટલ મામલે હાઇકોર્ટે પૂછ્યું ‘સુરતના જ CAને તકલીફ છે?’

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનેક જગ્યાએથી પિટિશન થઈ છે: સુરત CA એસોસિએશન

ઇન્કમટેક્સ પોર્ટલની ખામીઓ સામે હાઇકોર્ટમાં ગયેલા સુરતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશન ( કાસ )ને મંગળવારે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે પૂછ્યું હતું કે, શું તકલીફ ખાલી સુરતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશનને જ છે. જેના જવાબમાં કાસ તરફથી એડવોકેટ અવિનાશ પોદ્દારે જણાવ્યું હતું કે, અનેક જગ્યાએથી પિટિશન કરવામાં આવી છે. દરમિયાન કોર્ટે રિટર્ન ફાઇલિંગની તારીખ લંબાવવા બાબતે ના કહી આગામી સુનાવણી બે અઠવાડિયા પછી રાખવાનો આદેશ કર્યો હતો.

આ અંગે હાર્દિક કાકડિયાએ જણાવ્યું હતું કે, હવેની સુનાવણીમાં મુખ્ય મુદ્દો રિફંડનો રહેશે. કેમ કે ઇન્કમટેક્સ પોર્ટલની ખામીઓના કારણે અનેક કરદાતાઓને ટેક્સ ભરતી વખતે લેટ ફી અને વ્યાજ ભરવું પડ્યું છે. ખરેખર તો આ ઇન્કમટેક્સ પોર્ટલની ખામીને લીધે થયું છે. એમાં કરદાતાઓનો કોઈ વાંક નથી. દરમિયાન આજે CBDT ને, બે અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો હતો જેમાં તેમને કાસ દ્વારા અપાયેલી રીટનો વિગતવાર અહેવાલ રજુ કરવાનો છે. તે ઉપરાંત હાઈકોર્ટે પોર્ટલને લગતી સમસ્યાઓનો અહેવાલ અલગથી કોર્ટને રિપોર્ટ કરવા કહ્યું છે.

ઇન્કમટેક્સ ઓડિટની તારીખ લંબાવાઈ
મંગળવારે ઇન્કમટેક્સ ઓડિટની તારીખો પણ લંબાવી દેવામાં આવી હતી. આ અંગે સીએ પ્રગ્નેશ જગાશેઠે જણાવ્યું હતું કે, ઇન્કમટેક્સ ઓડિટ રિપોર્ટની તારીખ લંબાવીને 15મી ફેબ્રુઆરી કરવામાં આવી છે. એ સાથે જ ઓડિટ કેસના ઇન્કમટેક્સ રિટર્નની તારીખ પણ લંબાવીને 15મી માર્ચ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...