તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પરવટ પાટિયાના અભિલાષા હાઇટ્સમાં બે વર્ષ પહેલા દિવાળી ટાંણે બે પોલીસ કર્મીએ સલુન અને 3 સ્પા સંચાલક પાસે 60 હજારનો હપ્તો માંગી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.રકઝક બાદ 25 હજાર આપવાનું નક્કી થયું હતું.એક સંચાલકે 10 હજાર આપ્યા બાદ બાકીના 15 હજાર વખતે એસીબીમાં ફરિયાદ કરતા તા.5-11-2018એ એસીબીએ છટકું ગોઠવ્યું હતું. જોકે બંનેને ગંધ આવી જતા છટકું નિષ્ફળ ગયું હતું.બંનેએ ફોન પર લાંચ માંગી હતી. વોઇસ સ્પેક્ટ્રોગ્રાફીના રિપોર્ટમાં બંને પોલીસકર્મીના અવાજની ખાતરી થતા એસીબીએ બે વર્ષ પછી જાતે ફરિયાદી બની લાંચીયા પો.કો પ્રકાશ મોતી દેસાઈ અને મહાવીરસિંહ નરપતસિંહ જાડેજા સામે ગુનો નોંધ્યો છે. હાલમાં પ્રકાશ દેસાઈ ટ્રાફિક પોલીસમાં રિજીયન-2 અને મહાવીર પુણા પોલીસમાં ફરજ બજાવે છે.
એસીબીમાં ગુનો દાખલ થાય તે પહેલા મહાવીર બિમારીનું બહાનું કાઢી રજા પર ઉતરી ગયો તો ટ્રાફિકનો પ્રકાશ દેસાઈ નોકરી પર ગેરહાજર રહ્યો હતો. એસીબીના સ્ટાફે જણાવ્યું કે, પો.કો. પ્રકાશ દેસાઈએ ઘરનું એડ્રેસ પણ ખોટુ લખાવ્યું હતું. પહેલા તે સલાબતપુરા પોલીસલાઇનમાં રહેતો પછી અન્ય ઠેકાણે રહેવા ગયો તે જગ્યાએ તપાસ કરી તો ત્યાં રહેતો ન હોવાનું જણાયું હતું. જ્યારે મહાવીર સૃષ્ટિ રો-હાઉસ ન્યૂ કોસાડ રોડ પર રહે છે તે પણ ઘરે મળ્યો ન હતો. વર્ષ 2018માં બંનેના નિવેદનો લેવાયા હતા. ઉપરાંત ગાંધીનગરમાં વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી કરાઈ હતી. બંનેની ઓડિયોની સીડી FSLમાં મોકલાઈ હતી. રિપોર્ટમાં બંનેનો વોઇસ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.