ખુશીની ગુંજ:સુરતની ડાયમંડ હોસ્પિટલના 8 વર્ષના ઈતિહાસમાં એક જ દિવસમાં 22 બાળકોનો જન્મ થતાં હરખની છોળો ઉડી

સુરત3 મહિનો પહેલા
10 દીકરીઓ અને 12 દીકરાના પરિવાર અને હોસ્પિટલ દ્વારા હોસ્પિટલમાં ઉજવણી કરવામાં આવી
  • પરિવારની સાથે હોસ્પિટલ દ્વારા ઉજવણી કરવામાં આવી

સુરત ડાયમંડ હોસ્પિટલમાં એક જ દિવસમાં 22 ડિલિવરી(પ્રસૂતિ) કરાવવાનો અનોખો રેકોર્ડ સ્થાપિત થયો છે. જેથી બાળકોના મધુર કલપાન એટલે કે, ખિલખિલાટથી હોસ્પિટલ ગુંજી ઉઠતા ડૉક્ટરોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. છે. હોસ્પિટલના આઠ વર્ષના ઈતિહાસમાં સૌ પ્રથમવાર એક જ દિવસમાં 22 બાળકોનો જન્મ થતાં હરખની છોળો ઉડી હતી.10 દીકરીઓ અને 12 દીકરાના પરિવાર અને હોસ્પિટલ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.

તમામ બાળકો તંદુરસ્ત
સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત "માતૃશ્રી રામુબા તેજાણી અને માતૃશ્રી શાંતાબા વિડીયા હોસ્પિટલ" (ડાયમંડ હોસ્પિટલ) મા 4 સપ્ટેમ્બર 2021 ના રોજ એક જ દિવસમાં ટોટલ 22 ડિલિવરી થતા હોસ્પિટલનું વાતવરણ બાળકોના ખિલખિલાટથી ગુંજી ઉઠ્યું હતું. જેમાંથી બધાજ બાળકો તંદુરસ્ત હોવાનું ગાયનેકોલોજીસ્ટ તબીબો એ જણાવ્યું છે.

ઉજવણીનો માહોલ સર્જાયો
ડાયમંડ હોસ્પિટલનો પોતાનો નવો રેકોર્ડ સર્જાયો છે. જેથી ગાયનેકોલોજિસ્ટ ડૉ.રીધ્ધી વાધાણી, ડૉ.દિલીપ કથીરિયા, ડૉ. કલ્પના પટેલ, અનેસ્થેટીક ડૉ.અલ્કા ભૂત, ડૉ.આકાશ ત્રિવેદી તેમજ ગાયનેક વિભાગના અને ઓ.ટી. વિભાગના સ્ટાફમાં હર્ષ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટ દ્વારા ડોકટર અને સ્ટાફના આ ઉંમદા કાર્ય બદલ ઉજવણીમાં સામેલ થયા હતાં. તમામ બાળકોને એક સાથે સૂવડાવીને ફોટો સેશન પણ કરવામાં આવ્યું હતું.