બજારોમાં ખરીદી વધી:દિવાળી સુધીના 50 દિવસમાં GST તથા ITને શહેરમાંથી ચાર હજાર કરોડ મળ્યા

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તહેવાર અગાઉ જ 400 કરોડનું રિફંડ પણ ચૂકવાતાં બજારોમાં ખરીદી વધી હતી

દિવાળી દરમિયાન શહેરના બજારોમાં દેખાયેલી તેજીની અસર આવકવેરા અને જીએસટીના ટેક્સ કલેક્શન પર હવે દેખાઈ રહી છે. દિવાળી સુધીના ટાર્ગેટની વાત કરીએ તો અંદાજે 50થી 60 દિવસમાં જ શહેરમાંથી 4 હજાર કરોડથી વધુનું કલેક્શન નોંધાયું છે, જેમાં જીએસટી કલેક્શન 2,200 કરોડની નજીક છે. દિવાળી બાદના મહિનામાં પણ કલેકશન વધે એવી સંભાવના છે. કેમ કે, હજી ઓક્ટોબર અને નવેમ્બર મહિનાના જીએસટી રિટર્ન ભરવાના બાકી છે.

નોંધનીય છે કે, સુરત જીએસટીનો ટાર્ગેટ 10 હજાર કરોડ જેટલો છે જ્યારે ટીડીએસ ગણતરીમાં લીધા વગર સુરત આઇટીનો ટાર્ગેટ 5200 કરોડ જેટલો છે. સુરતથી ટીડીએસ સાથે કસ્ટમ સહિતનું કુલ ડાયરેક્ટ-ઇનડાયરેક્ટ ટેક્સ કલેકશન 25 હજાર કરોડ જેટલું છે. સુરતમાં 15 લાખથી વધુ અને રાજ્યમાં 50 લાખથી વધુ કરદાતા છે. જ્યારે એકમાત્ર સુરતમાં પાનકાર્ડધારકોની સંખ્યા 40 લાખ છે.

સુરતનું કલેક્શન 71 ટકા, રાજ્યનું 83 ટકા
માર્ચમાં લોકડાઉનથી આઇટીનો વાર્ષિક લક્ષ્યાંક હાંસિલ થઈ શક્યો ન હતો. સુરતમાં વર્ષ 2019-20ના 4707 કરોડના (ટીડીએસ વગર)ના ટાર્ગેટ સામે 3346 કરોડનું કલેકશન થયું હતું જે 71 ટકા હતું. જ્યારે સમગ્ર રાજ્યની વાત કરીએ તો આ વર્ષના 60,407 કરોડના ટાર્ગેટ સામે 31 માર્ચ, 2020 સુધીનું કલેકશન 50,342 કરોડ (ટીડીએસ સાથે) લગભગ 83 ટકા રહ્યું છે.

આખા વર્ષ દરમિયાન 1300 કરોડથી વધુનું રિફંડ ચુકવાયું
સમગ્ર વર્ષ દરમિયાન કરદાતાઓને 1300 કરોડનું રિફંડ અપાયું હતું, જેમાં 400 કરોડથી વધુનું રિફંડ તો દિવાળી અગાઉ જ ચૂકવાઈ ગયું હતું.

માર્કેટની તેજીની અસર હવે ટેક્સ કલેક્શન પર દેખાશે
માર્કેટની તેજી ટેક્સમાં પરિણમશે. લોકલ ખરીદી-વેચાણ, ડાયમંડ-ટેક્સટાઇલ એક્સપોર્ટ વધુ છે. જે સારું કહેવાય.’ > ડેનિશ ચોકસી, સી.એ.

અન્ય સમાચારો પણ છે...