ચૂંટણી:વિધાનસભાની 2 ચૂંટણીમાં સરકારી બાબુઓનો ભાજપ તરફ ઝૂકાવ હતો

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2017માં 7930માંથી 56% અને 2012માં 52% મત ભાજપને હતા

ચૂંટણી કામગીરીમાં જોડાયેલા સરકારી કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી અગાઉથી જ મતદાન કરે છે. શહેર જિલ્લાની કુલ 16 બેઠકો માટે 2017માં 7930 કર્મચારીમાંથી 56% મત ભાજપને મળ્યા હતા. તો 2012માં 52 ટકા મત મળ્યા હતા. 2012ની વિધાનસભાની ચૂંટણીમાં કુલ 13057 મતદાન પોસ્ટલ બેલેટથી થયું હતું જેમાંથી 1,448 મત રદ થયા હતા જ્યારે 11609 મતમાંથી ભાજપને 6,036 અને કોંગ્રેસને 5,109 મત મળ્યા હતા.

2017માં કુલ 7,930 મતદાન થયું હતું, જેમાંથી 4396 મત ભાજપને મળ્યા હતા, જ્યારે 2940 મત કોંગ્રેસને મળ્યા હતા. આમ વિધાનસભાની છેલ્લી બે ચૂંટણીમાં કર્મચારીઓનો ઝુંકાવ ભાજપ તરફ રહ્યો હતો. 2017માં પોસ્ટલ બેલેટથી ભાજપને 56% અને કોંગ્રેસને 40% મત મળ્યા હતા. 2012માં ભાજપને 51.5 ટકા મત અને કોંગ્રેસને 44% મત મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...