તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:તાપીના મામૈયા ગામે માછલી પકડવા સળગાવેલું ડિટોનેટર હાથમાં જ ફાટી જતાં શ્રમજીવીના હાથના ફૂરચા ઉડી ગયાં

સુરતએક મહિનો પહેલા
રાંધણ છઠની રજા હોવાથી કડીયા મિસ્ત્રી કામ કરતા નાનુભાઈ નદીમાં માછલાં પકડવા ગયા હતા
  • હોસ્પિટલના તબીબોએ કહ્યું કે, શ્રમજીવીના હાથ બચાવવા મુશ્કેલી

તાપીના મામૈયા ગામે શ્રમજીવીના હાથમાં જ ડિટોનેટર બ્લાસ્ટ થતાં બન્ને હાથના ફૂરચા ઉડી ગયા હતા. નદીમાંથી માછલાં પકડવા ડિટોનેટર સળગાવ્યાં બાદ સમય સૂચકતા ન દાખવતા શ્રમિકના હાથમાં જ બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. ઈજાગ્રસ્ત નાનુભાઈ રાઠોડને 108ની મદદથી સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાતા તાત્કાલિક ઓપરેશનમાં લેવાની ફરજ પડી છે. ડૉક્ટરોનું કહેવું છે કે, બન્ને હાથ બચાવવા મુશ્કેલ છે. રાંધણ છઠની રજા હોવાથી કડીયા મિસ્ત્રી કામ કરતા નાનુભાઈ નદીમાં માછલાં પકડવા ગયા હતા.

નદી કિનારે દુર્ઘટના
પિયુષ (પુત્ર) એ કહ્યું હતું કે, ઘટના સવારે લગભગ 11:30 વાગ્યાની હતી. ગામવાસીઓ દોડીને કહેવા આવ્યાં ત્યારે ખબર પડી કે, તારા પપ્પાના હાથમાં ટેટો ફૂટ્યો લોહી લુહાણ હાલતમાં નદી કિનારે પડેલા છે. એમ કહેતા અમે દોડીને ગયાં હતાં. તાત્કાલિક 108ને બોલાવી પપ્પાને નજીકની હોસ્પિટલમાં લઇ ગયા હતાં. જયાંથી વધુ સારવાર માટે સિવિલ રીફર કરાયા છે.

નદીમાંથી માછલાં પકડવા ડિટોનેટર સળગાવ્યાં બાદ સમય સૂચકતા ન દાખવતા શ્રમિકના હાથમાં જ બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું
નદીમાંથી માછલાં પકડવા ડિટોનેટર સળગાવ્યાં બાદ સમય સૂચકતા ન દાખવતા શ્રમિકના હાથમાં જ બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું

હાથ-છાતીમાં ઈજા
પપ્પા કડીયા મિસ્ત્રી કામ કરે છે. આજે રાંધણ છઠ ની રજા હોવાથી નદીએ માછલાં પકડવા ગયા હતા. ડિટોનેટર નદીમાં નાખીને બ્લાસ્ટ કરી માછલાં પકડવાની આદતમાં પિતાએ બન્ને હાથ ગુમાવવાનો વારો આવ્યો છે. ડોક્ટરોએ પણ કહી દીધું છે કે, હાથ તો કદાચ જ બચાવી શકાય, હાલ પપ્પાને મોઢા અને છાતી પર પણ ડિટોનેટર બ્લાસ્ટની ઇજા થઇ છે.