તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:સૈયદપુરામાં કાર પાર્કિંગ મુદ્દે બે જુથ બાખડ્યા, એટ્રોસિટીનો ગુનો દાખલ

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કારના કાચ તોડી નખાયા, યુવકને બચાવવા જનારને માર મરાયો
  • બીજા જૂથે પણ15 હજારની ઘડિયાળ લૂંટી લીધાંની ફરિયાદ નોંધાવી

લાલગેટ વિસ્તારમાં આવેલા સૈયદપુરાની વાયદા શેરી પાસે રવિવારે રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. તેમાં ત્રણ જણાને ઇજા થઈ હતી. આ અથડામણ અંગે એક જૂથે લૂંટની તો બીજા જૂથે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી. લાલગેટ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર, સૈયદપુરા ખાતે વાયદા શેરીમાં રહેતો ચિરાગ સુધાર ખસકિયા ઇન્ટિરિયર ડિઝાઈનર તરીકે નોકરી કરે છે. રવિવારે રાત્રે ચિરાગે તેના મિત્રની કાર વાયદા શેરીના નાકે પાર્ક કરી હતી. તે સમયે આરોપી મિતેશ અને અદીપ ત્યાં બેઠા હતા. તેઓએ પથ્થર ફેંકતા કારના કાચને નુકસાન થયું હતું.

આ બાબતે ચિરાગ તેમને કહેવા જતા બંને જણા ઉશ્કેરાઈ ગયા હતા અને ચિરાગને ગાળો આપવા લાગ્યા હતા. ચિરાગે ગાળ આપવાની ના પાડી હતી. ત્યારે બંને આરોપીઓએ ચિરાગ સાથે ઝગડો કરીને ‘તું અહીંથી ચુપચાપ જતો રહે, નહીં તો માથું ફોડી નાખીશ’ એવી ધમકી આપી હતી. એ સાથે જ આરોપીઓએ ચિરાગની 15 હજાર રૂપિયાની કિંમતની ઘડિયાળ પણ લૂંટી લીધી હતી. ચિરાગે ઘડિયાળ માંગતા મિતેશે ચપ્પુ બતાવી ત્યાંથી જતા રહેવા કહ્યું હતું. ચિરાગને બચાવવા જતા તેના કાકા કમલેશ અને ચિરાગના ભાઈ ભરતને પણ આરોપીઓએ માર માર્યો હતો.

જેથી ચિરાગે મિતેશ, અદીપ અને તેમને મદદ કરનારા બીજા બે જણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સામે મિતેશે ચિરાગ, ભરત અને તેના ઓળખીતા અંકુર, જય અને સાગર વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી છે. મિતેશે કહ્યા મુજબ, વાયદા શેરીમાં મિતેશ અને તેનો મિત્ર વાત કરતા હતા ત્યારે આરોપી ચિરાગ અને અંકુરે મિતેશને જાતિ વિષયક ટિપ્પણી કરી અપમાન કર્યું હતું.એ સાથે જ ‘તમારે વાયદા શેરીમાં આવવું નહીં’ એવું કહીને ઝગડો કરીને મિતેશને માર માર્યો હતો. મિતેશને બચાવવા તેનો ભાઈ અને તેની માતા વચ્ચે પડી હતી.

અન્ય સમાચારો પણ છે...