તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જનજાગૃતિ:સુરતના સ્વામિનારાયણ ગુરૂકુળમાંમાં જળ,જમીન અને જંગલના સંરક્ષણની ભાવના સાથે પ્રકૃતિની વંદના કરાઈ

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુરૂકુળમાં સંતો અને વિદ્યાર્થીઓએ સુતરની આંટીથી વડે ભાવથી પૂજન વંદન કર્યું હતું. - Divya Bhaskar
ગુરૂકુળમાં સંતો અને વિદ્યાર્થીઓએ સુતરની આંટીથી વડે ભાવથી પૂજન વંદન કર્યું હતું.
  • નાગરિકોમાં જીવસૃષ્ટિ પ્રત્યે અનુકંપા પ્રકટ થાય તે માટે કાર્યક્રમ યોજાયો

જળ, જમીન અને જંગલના નાશ થવાની સાથે જ સર્જાતિ વિષમતાનો ભોગ બનતા આવતા ખરાબ પરિણામોથી સૌ કોઈ વાકેફ થઈ રહ્યાં છે. ત્યારે પ્રકૃતિને બતાવવા વૃક્ષો વાવવા અને ઉછેરવા તથા વૃક્ષો-જંગલો હશે તો ઓક્સિજનની અછત જોવા ન મળે તેવી નેમ સાથે હિન્દુ આધ્યાત્મિક તથા સેવા ફાઉન્ડેશન દ્વારા વન તથા જીવસૃષ્ટિના સંરક્ષણ હેતુ સાથે વેડ રોડ સ્વામિનારાયણ ગુરૂકુળમાં પ્રકૃતિ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જળ, જમીન અને જંગલનો નાશ લોકોનો જ વિનાશ રોકવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
જળ, જમીન અને જંગલનો નાશ લોકોનો જ વિનાશ રોકવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

પ્રકૃતિના વિનાશથી આડઅસર
સમાજના દરેક નાગરિક પ્રકૃતિનું સન્માન કરે, કૃતજ્ઞતાનો ભાવ રાખે અર્ને પ્રકૃતિના રક્ષણનું ઉત્તરદાયિત્વ પોતે પણ સ્વીકારે તો જ માનવજીવન સુરક્ષિત રહેશે એવા હેતુથી યોજાયેલ આ કાર્યક્રમ પ્રસંગે પ્રભુ સ્વામીએ કહ્યું હતું કે, જળ, જમીન અને જંગલનો નાશ લોકોનો જ વિનાશ કરનાર ન બને એ માટે અત્યારથી જ આપણે વૃક્ષો વાવવા અને ઉછેરવા. વૃક્ષો - જંગલો હશે તો ઓક્સિજનની અછત જોવા નહીં મળે. એ સાથે વરસાદી જળનો સંગ્રહ કરવો અને બગાડ ઓછો કરવો એ બહુ જરૂરી છે. વિજ્ઞાન જ્ઞાનવાન હોવા છતાં અજ્ઞાની હોય એવું આચરણ કરતું રહે છે. એ આંખ આડા કાન કરીને પોતાનુ કાર્ય કરતું રહે છે . વિજ્ઞાન સર્જન કરીને પોતાના હાથ ઉંચા કરી દે છે. તેની શોધની આડ અસર શું થશે એની કોઇ ચિંતા એ કરતું નથી.

વૃક્ષો અને પ્રકૃતિના નાશથી કેવી ખાનાખરાબી સર્જાઈ રહી છે તે કાર્યક્રમમાં કહેવામાં આવ્યું હતું.
વૃક્ષો અને પ્રકૃતિના નાશથી કેવી ખાનાખરાબી સર્જાઈ રહી છે તે કાર્યક્રમમાં કહેવામાં આવ્યું હતું.

કુદરતી આપતિઓમાં વધારો
હજી પણ પાછા ફરવામાં નહીં આવે તો પૃથ્વી કહે છે કે " હું તો તમારી માતાના સ્થાને છું. મારું દૂધ પીતા ત્યાં સુધી તો વાંધો ન હતો પણ હવે તમે મારું લોહી પીવાના પ્રયાસો શરુ કર્યા છે. ત્યારે હવે હું જે જે હાહાકાર સરજીશ એની તમે કોઈ ભરપાઈ નહીં કરી શકો. "વાતાવરણમાં પ્રલયકારી પવન તાઉ તે કે યશ વાવાઝોડું , કોરોનાથી બચવા ઓક્સિજનની ઘટ, આગ અને ધરતીકંપ જેવા લોકોને મોતના મુખમાં ધકેલી તેવા કુદરતી પરિબળોનો ભોગ આપણે ન બનવું પડે એ માટે પર્યાવરણને પ્રદૂષિત ન કરવું એ મોટી સેવા કરી ગણાશે.

સંતોએ વિદ્યાર્થીઓને વૃક્ષો અને પ્રકૃતિઓનો મહિમા કહ્યો હતો.
સંતોએ વિદ્યાર્થીઓને વૃક્ષો અને પ્રકૃતિઓનો મહિમા કહ્યો હતો.

વૃક્ષોનું પૂજન કરાયું
વિજ્ઞાન થકી જ વિનાશ તરફ દોડી રહેલા આપણે આપણી મોટી મહત્વાકાંક્ષા, અમર્યાદ લોભ, બેફામ લાલસા. આ બધું છોડી, વૃક્ષોનું જતન, પાણીનો સંગ્રહ, હવાનું જતન, પૃથ્વીનુ જતન કરીએ. છોડમાં રણછોડના ભાવ સાથે સ્વામિનારાયણ ગુરૂકુલ વેડરોડ સુરત તેમજ તીર્થ ધામ પોઈચા નીલકંઠ ધામ ખાતે નિત્ય સાયં આરતિમાં તુલસીના છોડથી મહંત સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામી ભગવાનનું અભિવાદન - પૂજન કરે છે. વટસાવિત્રી પ્રસંગે મહિલાઓ પોતાની મનોકામના પૂર્ણ કરવા સુતરની આંટી વડે ભાવથી પૂજન વંદન કરે છે . જ્યારે નીલકંઠ ધામે સંતો પીપળાનું પૂજન નિત્ય કરે છે. આ પ્રસંગે અભિષેક સ્વામી, અશ્વિનભાઈ દુધાત, સુરેશભાઈ આહીર, હરિભાઈ રામાણી તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ.