સુરતના કાપોદ્રા પોલીસ મથક વિસ્તારના નાના વરાછામાં આવેલી નવદુર્ગા સોસાયટીના એક મકાનના ત્રીજા માળે રૂમમાં જુગાર રમતા 7 મહિલાઓ સહિત 9 જણાને પોલીસે ઝડપી પાડ્યા હતા. એટલું જ નહીં પણ પોલીસે 81 હજારની રોકડ જપ્ત કરી હતી. ઝડપાયેલા તમામ જુગારીઓ મજૂરીકામ કરતા હોવાનું પોલીસે જણાવ્યું છે.
81 હજારનો મુદ્દામાલ ઝડપ્યો
કાપોદ્રા પોલીસે જણાવ્યું હતું કે, રામજીભાઇ ઓઘાભાઇ ધામેલીયા પોતાના ઘરમાં જુગારધામ ચલાવી રહ્યા હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. જેમાં 7 મહિલાઓ 9 જણા તીન પત્તીનો પૈસાનો હારજીત નો જુગાર રમતા પકડાય ગયા હતા. પોલીસે જુગારીઓ પાસેથી રોકડા રૂપિયા 81040 નો મુદ્દામાલ સાથે મોઢા પર માસ્ક કે કેસ કવર કર્યા વગર કોઇ પ્રકારનું સામાજીક અંતર રાખ્યા વગર જુગારની કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલા જુગારીઓના નામ
(1) રામજીભાઇ ઓઘાભાઇ ધામેલીયા ઉ.વ. 50 ઘંઘો મજુરી રહે મ.નં ૨૩ નવદુર્ગા સોસાયટી ચોપાટીની પાછળ નાના વરાછા કાપોદ્રા સુરત મુળગામ પથીકાઆશ્રમની સામે પાલીતાણા રોડ ગારીયાઘાર જી ભાવનગર
(2)દિનેશકુમાર રમેશભાઇ વેકરીયા ઉવ/37 ઘંઘો- હિરા મજુરી રહે ઘર નં- 35 ઇશ્વરકૃપા સોસાયટી રંગ અવધુતની બાજુમાં વરાછા
(મહિલાઓના નામ દિવ્યભાસ્કર પાસે છે. પરંતુ મહિલાઓની ગરિમાને ધ્યાનમાં રાખીને નામ લખ્યાં નથી)
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.