અકસ્માતમાં માસૂમોના મોત:સુરતના ઉધનામાં આઈસરે માતા અને બાળકોને અડફેટે લીધા, બે બાળકોના સહિત માતાનું મોત

સુરત10 દિવસ પહેલા
ઉધનામાં માસૂમ બાળકોના માર્ગ અકસ્માતમાં મોત થતા શોકનો માહોલ
  • મધ્યમ વર્ગીય પરિવારનો માળો વિખેરાયો, ઘરે બાળકોને જોવા વાળું કોઈ ન હોય માતા નોકરી પર સાથે લઈ જતી હતી

સુરતના ઉધના વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઉધના બસ સ્ટોપ સામે જ અકસ્માત થયો હતો.જેમાં આઇસર ચાલકે પૂરપાટ ઝડપે આઈસર હાંકતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં હેપ્પી શર્મા અને સંમત શર્માનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે માતાનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

માતાનું હોસ્પિટલમાં મોત
બાળકોને લઈને નીકળેલી માતા અને બાળકોને આઈશરે અડફેટે લીધા હતાં. જેમાં બાળકોના મોત થયાં હતાં. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત માતાને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી. જો કે વધુ ઈજા પહોંચી હોવાના કારણે માતાનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

મહિલા અને બાળકોને અડફેટે લીધા
સુરતના ઉધના વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી છે. આઈસર ચાલકે બે બાળકો અને એક મહિલાને અડફેટે લીધા હતા. જેમાં બંને બાળકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જયારે મહિલાની હાલત ગંભીર હતી. તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બાદ તેણીનું પણ મોત નીપજ્યું હતું. સમગ્ર અકસ્માતને લઈને લોકોના ટોળા એકઠાં થઈ ગયાં હતાં. હાલ પોલીસે પણ અકસ્માતની વધુ તપાસ હાથ ધરીછે.

પૂરપાટ ઝડપથી અકસ્માત
આઈસર ચાલકે પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો. તેણે અહીંથી પસાર થઇ રહેલા બે બાળકો અને મહિલાને અડફેટે લીધા હતા. અકસ્માતની આ ઘટનામાં બંને બાળકો અને મહિલા ફંગોળાયા હતા. બંને બાળકોને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. બીજી તરફ અકસ્માત સર્જી આઈસર ચાલક ફરાર થઇ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માતની આ ઘટનાને લઈને ત્યાં લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું.

પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.
પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

લોકોએ 108ને જાણ કરી
લોકોએ 108ની મદદથી મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના બનાવની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. તેમજ ઉશેક્રાયેલા લોકોએ ત્યાં રહેલા આઈસરમાં તોડફોડ પણ કરી હતી પોલીસે આઈસર કબજે કરી તપાસ શરુ કરી છે.

સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું.
સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું.

બાળકોની સ્થિતિ ખૂબ જ નાજુક હતી :ડોક્ટર
સિવિલ હોસ્પિટલના ડોક્ટર ઓમકાર મિશ્રાએ જણાવ્યું હતું કે સ્કુલ ડ્રેસમાં બે બાળકો અને તેની માતાને હોસ્પિટલ લઇ આવવવામાં આવ્યા હતા. અહી બંને બાળકોને સારવાર અપાઈ તે પહેલા જ બંને બાળકોનું મોત નીપજ્યું હતું. માતાની સારવાર ચાલી રહી હતી તે દરમિયાન તેણીનું પણ મોત થયું હતું. બંને બાળકો સ્કુલેના હતાં. બાળકો પાસેથી મળેલા આઈકાર્ડ મુજબ એક બાળકનું નામ હેપ્પી શર્મા અને સમર્થ દેવકી નંદન શર્મા ઉ.વ.7 અને પાંડેસરા આર્વીભાવ સોસાયટીના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

ફસ્ટ પર્સન : સંપત ત્રિપાઠી
એક મહિલા ધક્કો લાગતાં બચી ગઈ

મા રી અને મારા મિત્રની નજર સામે માતા, બંને પુત્રો અને અન્ય એક મહિલા રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે ફુલ સ્પીડમાં ધસી આવેલા ટેમ્પોના ચાલકે ચારેયને અડફેટમાં લીધા હતા. જેમાં આ ત્રણ જણા કચડાયા હતા જ્યારે અન્ય મહિલાને ધક્કો લાગતા સામાન્ય ઈજા થઈ હતી.

બંને બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે અંગ્રેજી માધ્યમમાં ભણાવતા હતા
બાળકોના ઉજ્વળ ભવિષ્યનાં સપનાં પુરા કરવા બંને બાળકોને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવતા હતા. ખર્ચને પહોંચી વળવા માતા રબિતા અને માસી બબીતા નોકરી કરતા હતા. આમ, ત્રણે નોકરી કરતા હોવાથી ઘરે બાળકોને સાચવવાવાળું કોઈ ન હતું. જેથી રબિતા સ્કૂલેથી બાળકોને નોકરીના સ્થળે લઈ જતી હતી.

ટોળાંએ ટેમ્પોની તોડફોડ કરી
ઘટના સ્થળે લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. જે જોઈને ડ્રાઈવર ટેમ્પો મુકી ભાગી છુટ્યો હતો. જો કે, લોકોએ ટેમ્પોમાં ભારે તોડફોડ કરી હતી. બાદમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને લોકોને વિખેર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...