• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Surat's Sachin, A Female Bootlegger Was Making Alcohol At Home With Her Husband And Father in law, The Police Seized The Liquor By Pouring It.

ઘરમાં જ દારૂની ભઠ્ઠી:સુરતના સચિનમાં મહિલા બૂટલેગર ઘરે પતિ અને સસરા સાથે મળીને દેશી દારૂ બનાવતી, પોલીસે રેડ કરી નશાનો વેપલો ઝડપ્યો

સુરત15 દિવસ પહેલા
  • લઠ્ઠાકાંડ બાદ પોલીસ દ્વારા દેશી દારૂના ધંધાર્થીઓ પર લાલ આંખ

બરવાળા લઠ્ઠાકાંડ બાદ પોલીસે દાખવેલી સખતાઈ વચ્ચે સુરતમાં સચિનના ભાટિયા ગામે રહેતી મહિલા બૂટલેગર પતિ અને સસરા સાથે મળી ઘરમાં જ દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી શરૂ દેતાં સ્ટેટ મોનિટરિંગ સેલેની ટીમે રેડ કરી હતી, જેમાં પોલીસે દારૂ બનાવવાનો સામાન ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહિલા બૂટલેગર, પતિ અને સસરાની ધરપકડ
સુરતના ભાટિયા ગામ નવી કોલોનીમાં સ્ટેટ મોનિટરિંગ સેલે સોમવારે રાતે રેડ કરી હતી. અહીં રહેતી મહિલા જયશ્રીબેન, પતિ સુરેશ અને સસરા ખાલપાભાઈ રાઠોડ પોતાના ઘરમાં જ દેશી દારૂ બનાવવા માટેની ભઠ્ઠી ચલાવતા હોવાની માહિતી વચ્ચે રેડ કરવામાં આવી હતી. પોલીસને અહીંથી લાઈવ દારૂની ભઠ્ઠી મળી આવી હતી. દેશી દારૂના જથ્થો, એને બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલાં રસાયણ સહિતની સામગ્રી કબજે કરી ત્રણેયની ધરપકડ કરી સચિન પોલીસને સોંપ્યાં હતાં.

બૂટલેગરોએ ઘરમાં જ નાના પાયે ભઠ્ઠી શરૂ કરી દેતાં પોલીસની કામગીરી પણ પડકારજનક.
બૂટલેગરોએ ઘરમાં જ નાના પાયે ભઠ્ઠી શરૂ કરી દેતાં પોલીસની કામગીરી પણ પડકારજનક.

ઘરમાં જ દારૂ બનાવતા હતા
ઉલ્લેખનીય છે કે બરવાળા લઠ્ઠાકાંડ બાદ રાજ્યભરની પોલીસ દેશી દારૂની ભઠ્ઠીઓ તેમજ બૂટલેગરો પર કાર્યવાહી કરી રહી છે. સુરતમાં પણ પોલીસ દ્વારા ઠેર ઠેર તપાસ કરવામાં આવી રહી છે. આ સંજોગોમાં પોલીસ દ્વારા રેડ તો કરાઈ રહી છે, પરંતુ બૂટલેગરોએ ઘરમાં જ નાના પાયે ભઠ્ઠી શરૂ કરી દેતાં પોલીસની કામગીરી પણ પડકારજનક બની છે.

અન્ય સમાચારો પણ છે...