લિંબાયતના આર.ડી.ફાટક પાસે રંગીલા ઍપાર્ટમેન્ટમાં રહેતા મસાજ પાર્લરના સંચાલકના ઘરે ગઈકાલે ભર બપોર બંદુક અને રેમ્બો છરો સાથે આવેલા માથાભારે બુટલેગર સહિત પાંચ ટપોરીઓઍ મસાજ કા ધંધા અચ્છા ચલતા હે તો ખર્ચા પાની કે પાંચ હજાર નિકાલ તેવું કહી ઝઘડો કરી તેરે કો અભી પૈસા દેના પડેગા નહીં તો ઠોક દૂંગા હોવાની ધમકી આપી નાસી ગયાં હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.
ઘાતક હથિયારો સાથે ઘરમાં ઘૂસ્યા
લિંબાયત પોલીસના જણાવ્યા મુજબ આર.ડી.ફાટક રંગીલા ઍપાર્ટમેન્ટમાં રહેતા મૂળ ભરૂચના જંબુસરના વિનોદ ઉર્ફે ચીકુ રાજેન્દ્રભાઈ માધવરાવ માળી (ઉ.વ.38) છેલ્લા 10 વર્ષથી પરિવાર સાથે રહે છે. અને ઘરમાં જ બોડી મસાજ (સ્પા)નો ધંધો કરે છે. વિનોદ ગઈકાલે બપોરે સાડા ત્રણેક વાગ્યે ઘરમાં તેની દીકરી ગાયત્રી, દીકરો રોહીત અને બહેન કવિતા સાથે સોફા ઉપર બેઠો હતો. તે વખતે અગાઉ દારૂનો ધંધો કરતો બુટલેગર ભુષણ પાટીલ, દિપક માળી, ગોપાલ, રાહુલ પાંડે સહિત પાંચ જણા રેમ્બો છરો અને બંદુક જેવા ઘાતક હથિયારો સાથે ઘરમાં ઘુસી આવ્યા હતાં.
રૂપિયા ન આપતા ધમકી આપી
સોફા ઉપર વિનોદની બાજુમાં બેસી ગયા હતો અને ભુષણે સોફા ઉપર બંદુક મુકતા પરિવારના સભ્યો ગભરાઈ ગયા હતાં. ભુષણે વિનોદને ઍ લુખ્ખે તેરા મસાજ કા ધંધા અચ્છા ચલતા હૈ તો ખર્ચા પાની કે પાંચ હજાર નિકાલ.. જાકે વિનોદ અને તેની પત્નીઍ ભુષણને હાલમાં કોરોના બિમારીને કારણે ધંધો બંધ છે. જેથી અમારી પાસે પૈસા નથી કેમ કહેતા ભુષણે તેરે કો અભી પૈસા દેના પડેલા નહી તો ઠોક દુંગા તેવી ધમકી આપી હતી. વિનોદની પત્નીઍ ખરેખર ધંધો બંધ હોવાથી પૈસા નથી તેમ કહી હાથ જાડ્યા હતા. પરંતુ માન્યા ન હતા અને કલ પૈસા તૈયાર રખના નહી તો સચ મે ઠોક દેંગે તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી નાસી ગયા હતા. બનાવ અંગે પોલીસે વિનોદ માળીની ફરિયાદ લઈ આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.