સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલી એક દુકાનમાં ઘૂસી ત્રણ જેટલા ઈસમો દ્વારા તોડફોડ કરી દુકાન સંચાલકને માર માર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. દુકાન સંચાલક દ્વારા ત્રણ ઈસમો સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
એક પકડાઈ ગયો, બે ભાગી ગયા
ડીંડોલી વિસ્તારમાં આવેલી શ્રી આર્કેડમાં હરીશ પાટીલ દુકાન ચલાવે છે. ગત રોજ બપોરે ત્રણ જેટલા ઈસમો દુકાનમાં ઘૂસી આવ્યા હતા. ગમે તેમ બોલાચાલી, ઝઘડો-તકરાર, ગાળી-ગલોચ, તોડફોડ કરી જીતુ નામના ઇસમે પોતાની પાસે રહેલ ચપ્પુ વડે હુમલો કરી ત્રણેય ઇસમોએ પોતાનો સમાન ઇરાદો પાર પાડવા હુમલો કરી માર માર્યો હતો. જે પૈકી જીતુ પકડાઇ ગયો હતો અને તેના મિત્રો રાહુલ તાયડે ઉર્ફે બાટલા અને રવિ ગવઇ ભાગી ગયા હતા.
બાકી નીકળતા રૂપિયાની માગણી કરતા માર માર્યો
દુકાન સંચાલકના જણાવ્યા પ્રમાણે, બાકી નીકળતા રૂપિયાની માગણી કરતા માર માર્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. બાકી નીકળતાં રૂપિયા માગતા યુવાન અને તેના મળતીયાઓ દ્વારા દુકાન સંચાલક પર હુમલો કર્યો હતો. બચાવમાં દુકાન સંચાલક દ્વારા બેડ પ્રતિકાર કરવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.