અકસ્માત:સુરતના ભાઠેના વિસ્તારમાં ટ્રક ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા 5 વાહનોને અડફેટે લીધા, 4 ઇજાગ્રસ્ત

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભાઠેના વિસ્તારમાં ટ્રક ચાલકે ગાડીઓને ટક્કર મારી. - Divya Bhaskar
ભાઠેના વિસ્તારમાં ટ્રક ચાલકે ગાડીઓને ટક્કર મારી.

સુરતના ભાઠેના વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી હતી. બીસ્મ્મીલાહ ચોક પાસે ટ્રક ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા 4થી 5 વાહનોને અડફેટે લીધા હતા. જેમાં બે કારનો તો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જ્યારે બે થી ત્રણ લોકોને હાથ પગના ભાગે ઈજાઓ થઇ હતી. અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઇ ગયો હોવાનું જાણવા મળ્યું હતું.

કારના કચ્ચરઘાણ વળી ગયો
સુરત શહેરમાં છાશવારે અકસ્માતની ઘટના સામે આવતી રહે છે, ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સુરતના ભાઠેના બિસ્મિલ્લાહ ચોક પાસે બની હતી. ભાઠેનાથી પરવટ પાટિયા જતા બ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો. અહીંથી પસાર થતા ટ્રક ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને 4થી 5 જેટલા વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માતની આ ઘટનામાં બે ફોર વ્હીલ કારનો ભુક્કો બોલી ગયો હતો. જયારે એક મોપેડ અને બે બાઈકને પણ ટક્કર મારી હોવાનું જાણવા મળ્યું હતું.

ત્રણથી ચાર વાહન ચાલકોને સામાન્ય ઈજા
અકસ્માતની આ ઘટનામાં એક મોપેડ ચાલકને પગ અને હાથના ભાગે ઈજાઓ થઇ હતી. બીજી તરફ અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક ત્યાં જ મૂકી ફરાર થઇ ગયો હતો. અકસ્માતની આ ઘટનાને લઈને ત્યાં ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. લોકોનું ટોળું પણ એકઠું થઇ ગયું હતું. આ બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી જેથી પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરુ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...