મર્ડર:સુરતના અમરોલીમાં પ્રેમ લગ્ન કરનાર પુરૂષે પત્ની પર ચારિત્ર્યની શંકા રાખી માથામાં કુકર મારી હત્યા કરી

સુરતએક મહિનો પહેલા
હત્યા કરી જુઠ્ઠાણું ચલાવનાર આરોપીને પોલીસે ઝડપી લીધો હતો.
  • પોલીસે હત્યાના આરોપી પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી

સુરતમાં અમરોલી સ્થિત હળપતિવાસમાં પતિએ પત્ની પર ચારિત્ર્યની શંકાઓ રાખી ઢોરમાર માર્યો હતો.માથામાં કુકરના ઘા ઝીંકતા મહિતાને સારવાર માટે ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં પત્નીનું મોત નીપજ્યું હતું. આ બનાવને લઈને પોલીસે પ્રેમ લગ્ન કરનાર આરોપી પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

માથામાં કુકર વાગવાથી મહિલાને હેમરેજ થયું હતું.
માથામાં કુકર વાગવાથી મહિલાને હેમરેજ થયું હતું.

6 વર્ષ પહેલાં ભાગીને લગ્ન કરેલા
સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા હળપતિવાસમાં રહેતા સુરજભાઇ સંતોષભાઇ કુર્મી પટેલે 6 વર્ષ પહેલા આરતીબેન સાથે ભાગીને લગ્ન કર્યા હતાં. છેલ્લા ઘણા સમયથી પતિ તેની પત્ની પર ચારીત્ર્ય અંગે શંકા કરી માર મારતો હતો. ગત 16 ડિસેમ્બરના રોજ પતિએ તેની જ પત્નીને ફરીથી ચારીત્ર્ય પર શંકા કરીને હાથે પગે અને માથાના ભાગે માર માર્યો હતો. જેથી તેઓને ગંભીર ઈજાઓ થઇ હતી. જેથી તેણીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પર હાજર તબીબે તેણીને મૃત જાહેર કરી હતી. આ બનાવને લઈને અમરોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને મૃતક મહિલાના ભાઈની ફરિયાદના આધારે મહિલાના પતિ સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

પતિ પત્ની પડી ગઈ હોવાની વાત ફેલાવી હતી.
પતિ પત્ની પડી ગઈ હોવાની વાત ફેલાવી હતી.

પતિએ જુઠ્ઠાણું ચલાવેલું
મળતી માહિતી મુજબ આરોપી પતિએ હોસ્પિટલમાં જુઠાણું પણ ચલાવ્યું હતું. પત્ની પડી ગઈ હોવાથી તેણીને ઈજા થઇ હોવાનું જણાવ્યું હતું. જો કે પીએમ રીપોર્ટમાં જુઠાણાનો પર્દાફાશ થયો હતો. મહિલાને માથામાં કુકર મારતા બ્રેઈન હેમરેજ થતા તેણીનું મોત થયું હોવાનું બહાર આવ્યું હતું. હાલ પોલીસે આરોપી પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.