દારૂની હેરાફેરી:સુરતમાં બોલેરો જીપમાં શાકભાજીની આડમાં સંતાડીને લવાયેલા 3.59 લાખના દારૂ સાથે બે ઝડપાયા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસે બંને આરોપીઓના બે દિવસના રિમાન્ડ મેળવ્યા. - Divya Bhaskar
પોલીસે બંને આરોપીઓના બે દિવસના રિમાન્ડ મેળવ્યા.
  • ડીસીબીએ દારૂની હેરાફેરી પ્રકરણમાં એકને વોન્ટેડ જાહેર કર્યો

સુરતમાં પુણા વેડછા પાટીયા મંગલમ માર્બલની સામે જાહેર રોડ ઉપરથી બોલેરો જીપમાં શાકભાજીની આડમાં સંતાડીને લવાયેલા રૂપિયા 3.59 લાખની કિંમતની 3180 નંગ વિદેશી દારૂની બોટલ સાથે પોલીસે બે રાજસ્થાનીઓને ઝડપી પાડ્યા હતા. બૂટલેગરોની દારૂની વધુ એક નવી મોડ્સ ઓપરેન્ડી સામે આવી હતી. ડીસીબીએ લાખો રૂપિયાના દારૂની હેરાફેરી પ્રકરણમાં એકને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસે બાતમી આધારે વોચ ગોઠવી હતી
ડીસીબી પોલીસે જણાવ્યું હતું કે નાસિકથી શાકભાજીની સાથે સુરતમાં દારૂ ઠલવાય રહ્યો હોવાની વાત સામે આવી હતી. જેની પર વોચ રાખી તપાસ કરતા બાતમી મળી હતી કે રાજુ કાલુરામ લુહાર તથા મુકેશ ઈન્દારામજી મેધવાલ નામના બે ઈસમો રાજુ સોની વિષ્ણુગોપાલ સોની પાસેથી નાસિકથી દારૂ મગાવી રહ્યા છે. એટલું જ નહીં પણ ગુરુવારે જીપ (GJ-07-TU-0318)માં દારૂ આવી રહ્યો હોવાની માહિતી મળી હતી.

પોલીસ કુલ 8.59 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
વધુમાં જણાવ્યું હતું કે પોલીસે બાતમીના આધારે પુણા વેડછા પાટીયા મંગલમ માર્બલની સામે જાહેર રોડ પર વોચ ગોઠવી હતી. દરમિયાન નાસિકના પંચવટી શાકભાજી માર્કેટથી શાકભાજીની આડમાં સંતાડીને લવાયેલા વિદેશી દારૂ તથા બીયરના ટીન ભરેલી જીપ પકડી પાડી હતી. તપાસમાં પોલીસને નાની મોટી બાટલી નંગ-3180 જેની કિંમત રૂપિયા 3,59,040 તથા બોલેરો પીકઅપ ગાડી મળી પોલીસે કુલ્લે 8,59,540નો મુદ્દામાલ જપ્ત કરી પોસઇ કે.એ.સાવલીયાએ આગળની તપાસ હાથ ધરી છે.

પકડાયેલા આરોપીઓ

  • રાજુ કાલુરામ લુહાર (ઉ.વ.33) (રાજસ્થાન)
  • મુકેશ ઈન્દારામજી મેધવાલ (ઉ.વ.19) (રાજસ્થાન)

વોન્ટેડ આરોપી

  • રાજુ સોની વિષ્ણુગોપાલ સોની (રાજસ્થાન)