પત્નીનો પતિ પર હુમલો:સુરતના પાંડેસરામાં દારૂ પી ધમાલ કરતા પતિ પર પત્નીએ બ્લેડથી હુમલો કર્યો

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
દારૂડીયા પતિ પર પત્નીએ બ્લેડથી હુમલો કરી 5 ઘા માર્યા હોવાની વાત સાંભળી ડોક્ટરો પણ આશ્ચર્યમાં પડી ગયા. - Divya Bhaskar
દારૂડીયા પતિ પર પત્નીએ બ્લેડથી હુમલો કરી 5 ઘા માર્યા હોવાની વાત સાંભળી ડોક્ટરો પણ આશ્ચર્યમાં પડી ગયા.
  • ત્રણ સંતાનોના માતા-પિતા વચ્ચે પારિવારિક ઝઘડા હુમલાનું કારણ

પાંડેસરામાં ચારિ પર શંકા રાખવા બાબતે થયેલી તકરાર બાદ પતિ દારૂ પી ઘરે આવતા પત્નીએ બ્લેડ વડે હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત પતિને સિવિલમાં ખસેડાયો હતો. પાંડેસરામાં રહેતા અનિલ શિવદાસ ભામરેના 10 વર્ષ અગાઉ મીનાબેન સાથે લગ્ન થયા હતા. અનિલ રિક્ષા ચલાવે છે. જ્યારે તેની પત્ની મજૂરીકામ કરે છે. અનિલ પત્નીના ચારિને લઇને શંકા કરતો હતો. જેથી અવાર નવાર પતિ પત્ની વચ્ચે ઝગડા થતા હતા. બુધવારે અનિલે દારૂ પીને પત્ની સાથે ઝગડો કર્યો હતો. દરમિયાન પત્ની મીનાએ બ્લેડ વડે હુમલો કરી દીધો હતો. જેથી ગંભીર રીતે ઘવાયેલા અનિલને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પત્નીના હુમલા બાદ અનિલે જાતે પણ પોતાના હાથ પર ઘા મારી દીધા હતા.

પતિની દારૂ પીવાની કુટેવથી પત્ની પરેશાન
અનિલ મહારાષ્ટ્રના ધુલિયાનો રહેવાસી અને સુરતમાં રીક્ષા ચલાવતો હોવાનું માતાએ જણાવ્યું છે. ત્રણ સંતાનોના માતા-પિતા વચ્ચે પારિવારિક ઝઘડા હુમલાનું કારણ બની રહ્યા છે. ઘરકામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતી પત્ની મીનાને પતિની દારૂ પીવાની કુટેવ અને ત્યારબાદ થતા ઝઘડા માનસિક તણાવમાં મૂકી દેતા હોવાની વાત બહાર આવી છે.

પતિના ગાલ અને ગળા સહિત હાથ પર ઘા માર્યા
આજે ભર બપોરે દારૂ પી ઘરે આવેલા અનિલએ કોઈ વાત પર માથાકુટ કરતા બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ વાત ઉગ્ર બની જતા મીનાએ બ્લેડ વડે પતિના ગાલ અને ગળા સહિત હાથ પર ઘા માર્યા હોવાની વાત સામે આવી છે. જોકે, સિવિલમાં સારવાર લઈ રહેલા અનિલની તબિયત સાધારણ હોવાનું ડોક્ટરોએ જણાવ્યું છે. ઘા ઉડા હોવાછતાં કોઈ જાનહાની જેવી ઇજા ન હોવાનું ડોક્ટરો કહી રહ્યા છે.