હુમલો:સુરતમાં ડિલિવરી બોયને અજાણ્યા બાઈકસવારોએ પેટમાં ચપ્પુના ઘા ઝીંકી લૂંટની કોશિષ કરી

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. - Divya Bhaskar
ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.
  • ઈજાગ્ર્સત ડિલિવરી બોયને 108ની મદદથી સારવાર માટે સિવિલ ખસેડાયો

સુરતના નવાગામમાં એક ડિલિવરી બોયને બાઇક સવાર અજાણ્યા ઈસમોએ ચપ્પુ ઘુસાડી લૂંટની કોશિષ કરતા પોલીસ દોડતી થઈ ગઈ છે. બાઇક સવાર હુમલાખોરોના હાથે ઘવાયેલા રાજુ મહાજનને 108ની મદદથી સિવિલ લવાયો હતો. મોતના મુખમાંથી બહાર આવેલા રાજુએ જણાવ્યું કે, 50-100 રૂપિયા માટે પણ હવે લૂંટારૂઓ પેટમાં ચપ્પુ ઘુસાડી રહ્યા છે. રાત્રે બહાર નીકળ્યા એટલે મોત સામે લડવાનો અહેસાસ થઈ ગયો હતો.

108માં સિવિલ લઈ જવાયો
નીતિન મહાજન (ઇજાગ્રસ્તનો પિતરાઈ ભાઈ) એ જણાવ્યું હતું કે, રાજુ ગંગારામ મહાજન નવાગામ સંતોષી નગરમાં રહે છે. ફર્નિચરની ડિલિવરી બોય તારીકે કામ કરે છે. લગ્નને 3 વર્ષ જ થયા છે. એક 2 વર્ષનું સંતાન છે. શુક્રવારની રાત્રે મજૂર રાજુ સાથે બાઇક ઉપર નીકળ્યો હતો. ત્યારે એની ઉપર હુમલો થયો હતો.ભાઈ નિલેશ પર ફોન આવ્યો ને અમે દોડી ગયા હતાં. ઘર નજીક થોડે દુર રાજુની બાઇક મળી એટલે ખેંચીને જતા હતા ત્યારે જ સામેથી દોડીને આવેલા રાજુએ કહ્યું, મને પેટમાં ચપ્પુ ઘુસાડી દેવાયું છે. 108ને બોલાવો.. બસ એટલે તત્કાલિક 108ને બોલાવી રાજુને સિવિલ લઈ આવ્યા હતા. જ્યાં એને તાત્કાલિક ઓપરેશનમાં લેવો પડ્યો હતો. હાલ એની તબિયત સાધારણ છે

50 રૂપિયા માગી હુમલો
રાજુ એવું કહી રહ્યો હતો કે, મજૂર એ પુલ ઉપર બાઈક ઉભી રખાવી હતી. ત્યારબાદ 50 રૂપિયા માગ્યા હતા. મેં આગળ લઈ જવાનું કહેતા 2-3 બાઇક પર કેટલાક ઈસમો આવ્યા મેં મજૂર સાથે વાત કર્યા બાદ મારી પર તૂટી પડ્યા હતા. જીવ બચાવી ભાગ્યો ન હોત તો હું આજે જીવંત ન હોત. હુમલાખોરો હુમલો કરી ભાગી ગયા હતા. જ્યારે મજૂર ત્યાં જ ઉભો હતો બસ એના સિવાય મને કંઈ જ યાદ નથી. પોલોસે આગળ ની તપાસ હાથ ધરી છે.