તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

દુષ્કર્મ:સુરતમાં બે પરિણીતા દુષ્કર્મનો ભોગ બની, એક પરિણીતા પર બોસે તો બીજી પર ભાઈના કાપડ વેપારી ભાગીદારે દુષ્કર્મ આચર્યું

સુરત5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
  • સરથાણામાં માર્કેટીંગની કંપનીમાં મહિલા સેલ્સમેન ઉપર બોસનું દુષ્કર્મ આચર્યું
  • લિંબાયતમાં પરિણીતાના ભાઈના ભાગીદારે દુષ્કર્મ અને મિત્રો અડપલા કર્યા

સુરતના સરથાણા અને લિંબાયતની બે પરિણીતા પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. જેમાં સરથાણાની મહિલા સેલ્સમેન પર બોસે દુષ્કર્મ આચર્યુ છે. જ્યારે લિંબાયત વિસ્તારમાં પરિણીતાને તેના ભાઈને કાપડના ધંધામાંથી છૂટો કરી દેવાની ધમકી આપી ભાગીદાર વેપારીએ દુષ્કર્મ આચર્યુ છે. આ બંને કેસમાં પરિણીતાઓને ધમકીઓ આપવામાં આવી હતી.

પહેલો કેસ
સરથાણા પોલીસના જણાવ્યા મુજબ સરથાણા વ્રજચોક વિસ્તારમાં રહેતી 29 વર્ષીય પરિણીતા સરથાણા યોગીચોક મહાવીર સર્કલ પાસે અમેઝીંગ સ્ટાર બિલ્ડિંગમાં આવેલ યસબીઝ માર્કેટીંગ પ્રા.લી તથા સ્વદેશીમંત્રા માર્કેટીંગ પ્રા.લી નામની કંપનીમાં દોઢ મહિના પહેલા સેલ્સમેન તરીકે નોકરી ઉપર લાગી હતી. પરિણીતાને કંપનીના બોસ શૈલેષ બોધરાએ નોકરી પર લગાડી હતી. શૈલેષે પરિણીતા ઉપર દાનત બગાડી હતી. દરમિયાન ગત તા 10મીના રોજ સવારે પરિણીતા ઓફિસમાં આવી હતી ત્યારે ઓફિસમાં બીજા કોઈ આવ્યું ન હતું. જેથી શૈલેષ બોધરાએ પરિણીતાનો એકલાતનો લાભ ઉઠાવી તેની ઓફિસમાં બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ પરિણીતાને ફોન ઉપર સમાધાન કરી લેવાનું કહી સમાધાન નહી કરે તો તેણીના પતિને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે પરિણીતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે શૈલેષ બોધરા સામે ગુનો દાખલ કરી તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

બીજો કેસ
લિંબાયત પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ગોડાદરા વિસ્તારમાં રહેતી 24 વર્ષીય પરિણીતાનો ભાઈ 2017માં ભવાનીશંકર ભોજરાજ મહેશ્વરી (રહે, ભટાર) સાથે કાપડનો ધંધો કરતો હતો. તે દરમિયાન ભવાનીશંકર પરિણીતાના પરિચયમાં આવ્યો હતો. ભવાનીશંકરે પરિણીતા ઉપર દાનત બગાડી હતી. અને તેના ભાઈને કાપડના ધંધામાંથી કાઢી મુકવાની ધમકી આપી ડરાવી અવાર નવાર તેણીના ઘરે આવી બળજબરી પુર્વક બળાત્કાર કર્યો હતો. અને તેના મિત્રએ પરિણીતા સાથે શારીરિક અડપલા પણ કર્યા હતા. ત્યારબાદ પરિણીતા તેના તાબે નહી થતા ભવાનીશંકરે તેની સાથે બાધેલા શારીરીક સંબંધો અંગે લોકોને વાત કરી પરિણીતા અને તેના પરિવારને બદનામ કરી હતી. બનાવ અંગે પોલીસે પરિણીતાની ફરિયાદ લઈ ભવાનીશંકર અને તેના મિત્ર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો