તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાળકો સમજ્યા ઓક્સિજનનું મૂલ્ય:સુરતમાં બે ભૂલકાઓએ ત્રીજી લહેર અગાઉ તૈયારી કરી, માતા પિતા પાસે જીદ કરીને ઓક્સિજન મશીન મગાવ્યું

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
બાળકોએ કોરોનાની ત્રીજી લહેરમાં ગંભીર પરિસ્થિતિ સર્જાય તો સેવામાં ઉપયોગ થાય તે માટે ઓક્સિજન મશીન લીધું છે. - Divya Bhaskar
બાળકોએ કોરોનાની ત્રીજી લહેરમાં ગંભીર પરિસ્થિતિ સર્જાય તો સેવામાં ઉપયોગ થાય તે માટે ઓક્સિજન મશીન લીધું છે.
  • કોરોનાની બીજી લહેરમાં સર્જાયેલી પ્રાણવાયુની અછત ફરી ન સર્જાય તે માટે સેવા કરવા તૈયારી

કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી લહેરમાં સર્જાયેલી પ્રાણવાયુની અછતની માહિતી મળ્યા બાદ શહેરના બે બાળકોએ માતા પિતા પાસે રમવા માટે રમકડા માગવાની જગ્યાએ ઓક્સિજન મશીન માગ્યું હતું. જીદ કરીને ઓક્સિજન મશીન લઈ આવ્યા બાદ બાળકોએ કહ્યું કે, સંભવિત ત્રીજી લહેરમાં ઓક્સિજનની જરૂરીયાત જણાય તો અમે જરૂરીયાતમંદ લોકોને પ્રાણવાયુ પહોંચાડવા માટે આ મશીનથી સેવા કરીશું. બાળકોની સેવાભાવનાની સોશિયલ મીડિયા પર ભરપૂર પ્રશંસા પણ થઈ રહી છે.

મદદ કરવાની જીદ
હાલ સુરતના સોશિયલ મીડિયામાં આ બાળકોનો વીડિયો વાયરલ થયો છે. આ બાળકો કુંભારે પરિવારના હોવાની માહિતી છે. 9 વર્ષનો મયંક સુશીલ કુંભારે અને 6 વર્ષની શ્રુતિ સુરેશ કુંભારે એ પોતાના માતાપિતા પાસે ગિફ્ટમાં કોઈ રમકડાં નહિ માંગ્યા પણ માંગ્યું તો ઓક્સિજન મશીન.સંતાનોની આ માંગ જોઈને માતાપિતા પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા કે છોકરાઓ આવી જીદ કેમ કરે છે. પણ જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે બંને બાળકોએ જણાવ્યું કે, ઓક્સિજનના અભાવે લોકોને જીવ ગુમાવતા પણ જોયા છે. ત્યારે આ સમાચારે બાળકોના માનસપટ પર એવી અસર કરી કે તેઓએ નક્કી કર્યું કે, શા માટે એક ઓક્સિજન મશીન ન ખરીદવામાં આવે જેથી જો ભવિષ્યમાં કોઈ દર્દીને તેની જરૂર ઉભી થાય તો તેઓ કોઈને મદદ કરી શકે.

બાળકે માતા પિતા પાસે જીદ કરીને ઓક્સિજન મશીનની ખરીદી કરાવી હતી.
બાળકે માતા પિતા પાસે જીદ કરીને ઓક્સિજન મશીનની ખરીદી કરાવી હતી.

ત્રીજી લહેર અગાઉ સેવાની તૈયારી
મયંક અને શ્રુતિએ આ મશીન ખરીદીને પોતાની ત્રીજી લહેર સામે લડવાની તૈયારી કેવી છે તેનો એક સંદેશ આપ્યો છે. નાના ભૂલકાઓ ભગવાનને પ્રાર્થના કરતા પણ નજરે ચડે છે કે ત્રીજી લહેર આવવી જ ન જોઈએ. પણ જો આવે તો તેઓ મદદ કરવા તૈયાર છે. તેમણે વીડિયોના અંતમાં લોકોને પણ સંદેશ આપ્યો છે જેથી બીજા પણ આવી મદદ કરવા તૈયાર થાય.

અન્ય સમાચારો પણ છે...