તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાયબર ક્રાઈમ:સુરતમાં બેન્ક ઓફ બરોડાના બે ખાતેદાર ભોગ બન્યા, નિવૃત પોલીસકર્મીએ 1 લાખ ગુમાવ્યા

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • નિવૃત પોલીસકર્મીના ખાતામાંથી એટીએમ મારફતે ચાર દિવસમાં છ તબક્કામાં પૈસા ઉપાડવામાં આવ્યા

સુરતમાં બેન્ક ઓફ બરોડાના બે ખાતેદાર સાયબર ક્રાઈમનો ભોગ બન્યા છે. જેમાં એકમાં ભેજાબાજોએ નિવૃત્ત જીવન ગાળતા પોલીસકર્મીનું બેન્ક એકાઉન્ટ હેક કરી 1 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. જ્યારે અન્ય એક ફિઝિયોથેરાપીમાં અભ્યાસ કરતી વેડરોડની યુવતીને બેન્ક મેનેજરની ઓળખ આપી ગઠીયાએ બરોડા એમ કનેક્ટ એપની વિગતો મેળવી 49,900 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.

14મી નવેમ્બરથી 17મી નવેમ્બર સુધીમાં અલગ અલગ કરીને કુલ રૂપિયા 100000 ઉપડી ગયા
પુણા ગામ વિષ્ણુનગર સોસાયટીમાં રહેતા કાંતીલાલ હરીશચંદ્ર દેવરે (ઉ.વ.70) પોલીસ ખાતા નોકરી કરતા હતા અને એએસઆઈમાંથી નિવૃત થયા છે. કાંતીલાલ બેન્ક ઓફ બરોડાની અઠવાલાઈન્સ શાખામાં સેવિંગ ખાતુ ધરાવે છે. દરમિયાન ગત તા 17મી નવેમ્બરના રોજ કાંતીલાલ દેવરે વતન મહારાષ્ટ્ર ખાતે હતા. તે વખતે સવારે સાડા નવેક વાગ્યે તેમના મોબાઈલમાં કેટલાક મેસેજ આવ્યા હતા જે તેના પૌત્ર સાંઈ ગણેશ દેવરે (ઉ.વ.12)ને વાંચવા કહેતા તેણે દાદા તમારા બેન્ક એકાઉન્ટમાંથી એટીએમ મારફતે ગત તા 14મી નવેમ્બરથી 17મી નવેમ્બર સુધીમાં અલગ અલગ કરીને કુલ રૂપિયા 100000 ઉપડી ગયેલા છે જેનો મેસેજ આવ્યા હોવાનું કહેતા તેઓ ચોંકી ઉઠ્યા હતા અને તેના દીકરા ભરતભાઈને ફોન કરી બનાવની જાણ કરી એટીએમ કાર્ડ બ્લોક કરાવ્યો હતો. ત્યારબાદ સુરત આવી ફરિયાદ નોંધાવી હતી.

એટીએમ કાર્ડના ડેટા ચોરી કરી પૈસા ઉપાડી લીધા હોવાની ફરિયાદ નોંધાવી
કાંતીલાલે તેમના દીકરા સાથે બેન્કમાં જઈ ટ્રાન્જેકશનની માહિતી મેળવી હતી. જેમાં એટીએમ કાર્ડ મારફતે આઠ તબક્કામાં તેમના ખાતામાંથી પૈસા ઉપાડવામાં આવ્યા હતા. બેન્ક દ્વારા કાંતીલાલને તપાસ કરી 90 દિવસમાં જે કંઈ કાર્યવાહી થશે તેની જાણ કરવાનું કહ્યું હોવાથી જેતે સમયે પોલીસ સ્ટેશનમાં માત્ર અરજી આપી હતી. દરમિયાન ગત તા 21મી ઓક્ટોબરના રોજ પુણા પાટીયા પાસે આવેલ બેન્ક ઓફ બરોડાના એટીએમમાં પૈસા ઉપાડ્યા હતા તે વખતે કાંતીલાલને ખબર પડી કે કેટલાક ઈસમો લોકોના બેન્ક એકાઉન્ટના ડેટા ચોરી કરી રૂપીયા ઉપાડી લઈ ગુનો કરે છે. જેથી કોઈ અજાણ્યાએ તેમના બેન્ક ખાતામાંથી એટીએમ કાર્ડના ડેટા ચોરી કરી પૈસા ઉપાડી લીધા હતા. પોલીસે કાંતીલાલ દેવરેની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.

કતારગામમાં ફિઝીયોથેરાપીના વિદ્યાર્થીના ખાતામાંથી 49 હજાર ઉપડી ગયા
કતારગામના વેડરોડ ગોપાલનગર સોસાયટીમાં રહેતા પ્રણાલી પ્રવિણભાઈ લુવાણી (ઉ.વ.21) નવી સિવિલ હોસ્પિટલમાં આવેલ ગર્વમેન્ટ કોલેજમાં ચોથા વર્ષમાં ફિઝીયોથેરાપીમાં અભ્યાસ કરે છે. પ્રણાલી સિંગણપોર શાક માર્કેટમાં આવેલ બેન્ક ઓફ બરોડામાં સેવિંગ ખાતું ધરાવે છે. અને મોબાઈલ ફોનમાં બરોડા એમ કનેક્ટ એપ્લીકેશનનો ઉપયોગ કરે છે. પ્રણાલી ગત તા 17મી ઓક્ટોબરના રોજ ઘરે હતી તે વખતે તેના મોબાઈલમાં એક ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ બેન્ક ઓફ બરોડામાંથી મેનેજર દિપક શાહ તરીકે આપી હતી.

ભેજાબાજે બરોડા એમ કનેક્ટ એપ્લીકેશનના પાસવર્ડ જાણી રૂપિયા ઉપાડી લીધા
બેન્ક ઓફ બરોડામાંથી મેનેજરે તરીકેની ઓળખ આપી એપ્લીકેશન અપડેટ કરવાની છે અને જુની એપ ડી-એકટિવેટ થઈ જશે કહી એપ્લીકેશન પાસવર્ડ અને પીન નંબર તથા ઓટીપી નંબર માંગતા પ્રણાલીએ વિશ્વાસમાં આવી નંબર આપ્યા હતા. ત્યારબાદ ગણતરીના કલાકોમાં પ્રણાલીના ખાતામાંથી રૂપિયા 49 હજાર ઉપડી ગયા હતા અને તે અંગેનો મેસેજ તેના મોબાઈલ ઉપર આવતા ચોકી ઉઠ્યા હતા. પ્રણાલીને તેની સાથે ઠગાઈ કરવામાં આવી હોવાનો ખ્યાલ આવતા ગઈકાલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.