તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હેરાનગતિ:સુરતમાં આવકના દાખલા માટે નાગરિક  સુવિધા કેન્દ્રની બહાર લોકોની લાંબી લાઈનો લાગી

સુરત3 મહિનો પહેલા
લાંબી લાઈનો લાગતી હોવા છતાં તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ન થતી હોવાની રાવ ઉઠિ છે.
  • લાંબી લાઈનો લાગતી હોવા છતાં નવી સુવિધા ન ઉભી કરાતા લોકોને હાલાકી

સુરતમાં લોકો વહીવટી સુવિધાને લઈને ખૂબ જ ત્રસ્ત થઇ રહ્યા છે. કોઈકને કોઈક બાબતે લોકોએ સતત લાંબી કતારોમાં ઊભા રહેવું પડે છે, અને તેના કારણે સમયનો વેડફાટ થઈ રહ્યો છે. લોકો પોતાનો રોજગાર છોડીને કતારોમાં ઊભા રહેવા માટે મજબૂર બની રહ્યા છે. કોરોના સંક્રમણ કાળ દરમિયાન લોકો સૌથી વધારે લાંબી કતારમાં ઉભા રહીને મુશ્કેલીમાં મુકાયા હોય તેવા દ્રશ્યો આપણને વારંવાર જોવા મળ્યા હતાં. હોસ્પિટલમાં દાખલ થવા લાઈન, જીવન રક્ષક ઇન્જેક્શન લેવા માટે લાઈન, મરણનો દાખલો લેવા માટે લાઈન અને હવે બાકી હોય તેમ આવક ના દાખલા માટે લાંબી લાઈનમાં લોકો ઉભા રહી રહ્યા છે.

સ્કૂલથી લઈને મેડિકલના દાખલા માટે આવકનો દાખલો ઉપયોગી થાય છે.
સ્કૂલથી લઈને મેડિકલના દાખલા માટે આવકનો દાખલો ઉપયોગી થાય છે.

દસ્તાવેજી પૂરાવા માટે લાઈનો
નાગરિક સુવિધા કેન્દ્ર ખાતે મહત્વના દાખલાઓ પ્રાપ્ત થાય છે. લોકો સરળતાથી આવકનો દાખલો કે, જાતિનું પ્રમાણ પત્ર મેળવી શકે તેની સરકાર દ્વારા વ્યવસ્થા ઊભી કરાઇ છે. પરંતુ તે વ્યવસ્થા કેટલી ખખડધજ થઈ ગઈ છે, તે આ સ્થિતિ પરથી આપણે સમજી શકે છે. નાગરીક સુવિધા કેન્દ્રમાં લોકો ઝડપથી પ્રમાણપત્રો સર્ટીફીકેટ મેળવી શકે તેના માટે આયોજન કરવામાં આવતું હોય છે. પરંતુ અહીં તો સ્થિતિ તદ્દન વિપરીત જોવા મળી રહી છે. આવક ના દાખલો લેવા માટે લોકો સવારથી કલાકો સુધી લાઈનમાં ઊભા રહી રહ્યા છે. આવકનો દાખલો પૂરાવા તરીકે ઘણી બધી જગ્યાએ રજૂ કરવાનો રહેતો હોય છે. શાળા-કોલેજોમાં શિષ્યવૃતિ લેવા માટે તેમજ અન્ય દસ્તાવેજી પુરાવા માં પણ આવકનો દાખલો ખૂબ મહત્વનો છે.

નાની ઉંમરના યુવકોથી લઈને મોટી ઉમરના વૃદ્ધો પણ લાઈનમાં ઉભા રહે છે.
નાની ઉંમરના યુવકોથી લઈને મોટી ઉમરના વૃદ્ધો પણ લાઈનમાં ઉભા રહે છે.

લોકોને હાલાકી
નાગરિક સુવિધા કેન્દ્ર પર આવેલા અશોક પાનવાલા જણાવ્યું કે, મારે આવકના દાખલાને જરૂરિયાત ઊભી થતાં હું તેને માટે નાગરિક સુવિધા કેન્દ્ર ખાતે આવ્યો છું. કોરોના સંક્રમણ કાર્ડની અસર હજુ પણ જોવા મળી રહી છે. પરંતુ અહીં લોકો સોશિયલ ડિસ્ટન્સની ચિંતા કર્યા વગર આવકનો દાખલો લેવા માટે ઊભા રહી ઊભા રહેવાની ફરજ પડી છે. કામ એટલી ગોકળ ગતિએ ચાલી રહ્યું છે કે, 5 થી 7 મિનિટમાં નીકળતું પ્રમાણપત્ર અડધો કલાક કરતાં પણ વધારે સમય વેડફાય છે. વહીવટી તંત્રની કામ કરવાની પદ્ધતિને લઇને લોકો ખરેખર મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે. હું પોતે નોકરીએ જવાને બદલે અહીં લાઈનમાં ઊભો છું. જેને કારણે મારો એક દિવસનો પગાર મેં ગુમાવ્યો છે.આજની સ્થિતિમાં એક દિવસનો પગાર ગૂમાવવોએ સહન થાય તેવું નથી છતાં પણ આર્થિક નુકસાન વેઠીને પણ આ રીતે લાંબી કતારમાં ઉભા રહેવું પડે છે.