પેટ્રોલ પંપ પર ટેમ્પો સળગ્યો:સુરતમાં પેટ્રોલ પંપ ઉપર ગેસ સિલિન્ડર ભરેલા ટેમ્પોની કેબિનમાં આગ ભભૂકતા અફડાતફડી મચી ગઈ

સુરતએક મહિનો પહેલા
આગ પર કર્મચારીઓ કાબૂ મેળવવામાં સફળતા મેળવી હતી.

સુરતમાં એક પેટ્રોલ પંપ ઉપર ઇંધણ ભરાવવા પહોંચેલો ગેસ સિલિન્ડર ભરેલો ટેમ્પોમાં એકાએક આગ લાગવાની ઘટના સામે આવી છે. ટેમ્પોની કેબિનમાં આગ લાગી ગઈ હતી. આગ લાગતાની સાથે પેટ્રોલ પંપ પર અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો. જો કે, કર્મચારીઓની સમયસૂચકતાને પગલે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

પેટ્રોલ પંપ પર આગ બુઝાવવાનાં સાધનોનો ઉપયોગ કરાયો હતો.
પેટ્રોલ પંપ પર આગ બુઝાવવાનાં સાધનોનો ઉપયોગ કરાયો હતો.

ગેસ સિલિન્ડર ભરેલા ટેમ્પામાં લાગી
આમ તો પેટ્રોલ પંપ ઉપર આગ લાગવાની ઘટના હોય તો એ ચિંતાનો વિષય બની જતો હોય છે. પરંતુ, આ આગ એક ગેસ સિલિન્ડર ભરેલા ટેમ્પામાં લાગી હતી. ભેસ્તાનના પેટ્રોલ પંપ ઉપર ગેસ સિલિન્ડર ભરેલો ટેમ્પો પહોંચ્યો હતો. ટેમ્પોમાં ડીઝલ ભરતી વખતે જ આગ લાગવાની શરૂ થઈ હતી. તેનાથી નાસભાગ મચી ગઈ હતી.

થોડીવાર માટે ધુમાડામાં ટેમ્પો ફેરવાઈ ગયો હતો.
થોડીવાર માટે ધુમાડામાં ટેમ્પો ફેરવાઈ ગયો હતો.

ફાયર વિભાગે આપેલી ટ્રેનિંગ કામ લાગી
એચપી ગેસ ભરેલો ટેમ્પો ડીઝલ ભરાતી વખતે આગળના ભાગેથી ધુમાડો નીકળવાનો શરૂ થયો હતો. જેને લઈને ટેમ્પોચાલક સમજી ગયો હતો. તાત્કાલિક અસરથી આગને કંટ્રોલમાં લાવવા માટે કામગીરી કરી હતી. ત્યારે જ એક કર્મચારીએ ડર્યા વગર હિંમતભેર ફાયર સેફ્ટી માટેનાં જે સાધન હતાં તેનો ઉપયોગ કરીને આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો. પરિણામે ગેસ સિલિન્ડર ભરેલા ટેમ્પોમાં વધુ આગ પ્રસરી ન હતી.

આગના પગલે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.
આગના પગલે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.

મોટી દુર્ઘટના ટળી
વિનાયક જાદવે જણાવ્યું હતું કે, સવારના સમયે આ આઈસર ટેમ્પો આવ્યો હતો. ત્યારે અચાનક કેબિનમાં આગ લાગી ગઈ હતી. જેથી અમારી પાસે જે ફાયર સેફ્ટીનાં સાધનો છે તેનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જો સમયસર કાબૂ મેળવાયો ન હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત કારણ કે, એચપી ગેસની આ ગાડી હતી. બધા જ બાટલા ભરેલા હતા. જેથી આગ વધુ લાગી ગઈ હોત. પરંતુ અમારા કર્મચારીની નજર પડતાં મોટી દુર્ઘટના ટળી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...