વાતાવરણમાં પલટો:સુરતમાં ઝરમર વરસાદથી ભારે ઉકળાટ વચ્ચે વાતાવરણમાં ઠંડક ફેલાઈ, વરાછામાં અડધો ઈંચ વરસાદ

સુરતએક મહિનો પહેલા
અચાનક વરસાદી ઝાપટા શરૂ થતા લોકોને બ્રિજ નીચે આશરો લેવાની ફરજ પડી હતી.
  • વરાછા ઝોન એમાં રાતના 12થી સવારના 10 સુધીમાં 16 એમએમ વરસાદ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે સુરતમાં મોડી રાતે ઝરમર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા થોડા દિવસોથી સુરતના વાતાવરણમાં એકાએક પલટો આવતો હોવાનું સામે આવી રહ્યું છે. ગઈકાલે ઉકળાટ અને બફારા બાદ મોડી રાતથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ઝરમર વરસાદ શરૂ થતા ઠંડક છવાઈ ગયેલ છે. જેથી મોડી રાતના 12 વાગ્યાથી સવારના 10 વાગ્યા સુધીમાં વરાછા ઝોનમાં 16 મિમિ વરસાદ નોંધાયો છે.

વાતાવરણમાં પલટો
સુરતમાં છેલ્લા થોડા દિવસોથી ભારે ગરમી તો ક્યારેક ધુમ્મસ અને ક્યારેક વરસાદી માહોલ જોવા મળતો હોય છે. ત્યારે ભાદરવામાં પણ સુરતમાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે. જોકે ભાદરવા માસમાં ભારે વરસાદ પડતો હોવાનું સામે આવતું હોય છે અને આકરો તડકો પડતો હોય છે. ત્યારે આજે ઝરમર વરસાદથી વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ છે.

વાહન ચાલકો પરેશાન
અચાનક વરસાદી ઝાપટા આવી જતા રેઇનકોટ કે છત્રી લીધા વગર નીકળેલા વાહન ચાલકોને ભીંજાવવાની ફરજ પડી હતી. ભાદરવાના વરસાદનું પાણી ઠંડુ હોવાથી રોગચાળો ફેલાય તેવી ભીતિને લઈને લોકો વરસાદમાં પલળવાથી બચવા માટે ઝાડ, બ્રિજ કે પછી કોઈ દુકાનનો સહારો લેતા જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...