તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Surat, The Trader Stayed On The Ventilator For 12 Days After Being Infected And Defeated Corona At The End Of 37 Days Of Treatment.

યમરાજ સાથે લડત:સુરતમાં વેપારીએ સંક્રમિત થયા બાદ 12 દિવસ વેન્ટિલેટર પર રહી 37 દિવસની સારવારના અંતે કોરોનાને હરાવ્યો

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
હિમત અને મક્કમતાથી કોરોનની સાથે મોતને પણ મ્હાત આપી હતી. - Divya Bhaskar
હિમત અને મક્કમતાથી કોરોનની સાથે મોતને પણ મ્હાત આપી હતી.
  • સુગર લેવલ 853 આવતા વતન જતા રહ્યા બાદ ફરી સારવાર માટે સુરત આવ્યાં

કોરોનાની બીજી લહેર કહેર વર્તાવી રહી છે. જેમાં એક વેપારીએ મહામારીના 37 દિવસ, એક એક પલ યમરાજ સાથે લડ્ત ચલવી હતી. ડોક્ટરોએ આપેલા રેમડેસિવિર, સ્ટીરોઇડ, અને લોહી પાતળું કરવાની દવાના શસ્ત્રો કામ આવ્યા હતાં. 12 દિવસ બાયપેપ અને વેન્ટિલેટર પર રહીને કોરોનાને મ્હાત આપનાર વેપારીએ કહ્યું કે, હિંમત અને મક્કમતાએ કોરોનાને નહિ યમરાજને હરાવ્યો છે. આ બિમારીમાં આત્મ વિશ્વાસ અને ભગવાન સમાન ડોક્ટરો પણ ભરોસો રાખી મેં તો મારું જીવન જ આપી દીધું હતું. જેથી આજે પરિવાર સાથે છું. ડોક્ટરોએ મને બોનસ લાઈફ આપી છે, એનો ચોક્કસ સદ ઉપયોગ અને સામાજિક કાર્યમાં લગાડીશ.

853 સુગર થતા વતનની વાટ પકડી
શામળદાસ દુધરેજીયા (ઉ.વ. 50 (રહે. વેલંજા ) એ જણાવ્યું હતું કે, અચાનક શરીર અશક્ત થઈ જતા ડોક્ટરે સુગર ચેક કરાવવાની સલાહ આપી હતી. પહેલીવાર સુગર 853 આવ્યા બાદ હોશ ઉડી ગયા હતા. બસ હવે ધંધો બાળકોને આપી શુદ્ધ વાતાવરણ માટે સૌરાષ્ટ્ર-મહુવા ચાલી જવાનો નિર્ણય કરી ગામડે ઉપડી ગયા હતો. જ્યાં એક બે દિવસમાં ન્યુમોનિયા થઈ જતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી રિપોર્ટ કરાવાતા કોરોના ઇન્ફેક્શન 90-95 ટકા આવ્યું હતું. તાત્કાલિક પરિવારે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી દીધો હતો. 12 દિવસની સારવાર બાદ પણ તબિયતમાં સુધારો થવાને બદલે બગડી જતા તાત્કાલિક પરિવારે ખાનગી એમ્બ્યુલન્સ કરી મને સુરત સિવિલ લઈ આવ્યા હતાં.

સૌરાષ્ટ્રથી વળી સુરત સિવિલમાં સારવાર માટે દર્દીને લવાયા હતાં.
સૌરાષ્ટ્રથી વળી સુરત સિવિલમાં સારવાર માટે દર્દીને લવાયા હતાં.

તબીબોએ બોનસ લાઈફ આપી
ડો.અશ્વિન વસાવાની અંડરમાં મને કોવિડ-19 હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ડાયાબિટિસ અને સિટી સ્કેનમાં આવેલ ઇન્ફેક્શન બાદ ડોક્ટરોએ તાત્કાલિક રેમડેસિવિર, સ્ટીરોઇડ, લોહી પાતળું કરવાની દવા આપી, 12 દિવસ સુધી બાયપેપ, વેન્ટિલેટર પર રાખ્યો હતો. ડો. સંદીપ કાક્લોતર, ડો. ભૂમિ અને નર્સિંગ સ્ટાફનું સતત મોનિટરીગ બાદ આજે કોરોનાને નહિ મોતને મ્હાત આપી બહાર આવ્યો છું. હું તો આખી જિંદગી આ તમામનો આભારી રહીશ કે જેઓએ મને પરિવાર સાથે હવે પછીના દિવસો જીવવા માટે બોનસ લાઈફ આપી છે તેમ શામળદાસએ વધુમાં જણાવ્યું હતું.

ડોક્ટરની સારવારના પગલે દર્દીમાં સુધારો થયો હતો.
ડોક્ટરની સારવારના પગલે દર્દીમાં સુધારો થયો હતો.

દર્દીએ સતત સહકાર આપ્યો
સંદીપ કાક્લોતર (રેસિડેન્ટ)એ જણાવ્યું હતું કે, શામળદાસનો કેસ ખૂબ જ ક્રિટિકલ હતો. આવા સમયમાં આયોજન કરવા કરતાં તાત્કાલિક નિર્ણય લઈ સારવાર કરવી જરૂરી હોય છે. બસ ડોક્ટરોએ એમનું કામ શરૂ કર્યું ને પરિવારે વિશ્વાસ મૂકી સાથ સહકાર આપ્યો જેનું પરિણામ એમની સામે છે. અમે તો અમારી ફરજ બજાવી છે. સિનિયર ડોક્ટરોના આદેશનું પાલન કર્યું છે. એક એક કલાકનું મોનિટરીગ કરતા રહ્યા ને સારવારનો પાઠ બદલતા રહ્યા એ જ સારા પરિણામનું ઉદાહરણ બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...