તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:સુરતમાં કિન્નર સમાજે અંતિમક્રિયા માટે જમીન આપવા માટે ક્લેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
કિન્નર સમાજ દ્વાર ક્લેક્ટર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. - Divya Bhaskar
કિન્નર સમાજ દ્વાર ક્લેક્ટર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
  • નાનપુરામાં જગ્યાની અછત સર્જાતા અન્ય સ્થળે જમીન આપવા માંગ

શહેરમાં મોટી સંખ્યામાં કિન્નરો રહે છે. કિન્નર સમાજને તેમની ધાર્મિક તેમજ અંતિમક્રિયા માટે જમીન ફાળવવા બાબતે સખી સહેલી ટ્રસ્ટ દ્વારા સુરત કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. આવેદન આપવા મોટી સંખ્યામાં કિન્નર સમાજના લોકો હાજર રહ્યા હતા.

કિન્નરોની અંતિમવિધી અલગ રીતે થાય છે
સુરતમાં કિન્નર સમાજના સખી સહેલી ટ્રસ્ટ દ્વારા સુરત કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં કિન્નર સમાજને તેમની ધાર્મિક તેમજ અંતિમક્રિયા માટે જમીન ફાળવવા બાબતે માંગ કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સુરત શહેર અને તેની આજુબાજુના ગામોમાં મોટી સંખ્યામાં કિન્નર સમાજના લોકો વસે છે. કિન્નર સમાજની ધાર્મિક અને અંતિમ વિધિ સામાજિક રીત રીવાજોથી અલગ થતી હોય છે. તેમજ મૃત્યુ પછી તેઓના દેહને સમાધી અપાતી હોય છે.

નાનપુરાની જગ્યા નાની પડે છે
હાલ નાનપુરા વિસ્તારમાં એક જ જગ્યા છે.અને હાલ ત્યાં પણ જગ્યાની અછત સર્જાઈ છે. સુરતમાં 400થી વધુ કિન્નર સમાજના લોકો ઉધના, પાંડેસરા, ગોડાદરા વિસ્તારમાં રહે છે. ત્યારે કિન્નર સમાજને તેમની ધાર્મિક તેમજ અંતિમક્રિયા માટે જમીન ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો