તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Surat, The Ration Card Holder's Grain Shopkeeper Was Found Selling To Someone Else, The Councilor Complained To The DSO.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:સુરતમાં રેશનકાર્ડ ધારકનું અનાજ દુકાનદાર કોઈ અન્યને વેચી મારતો હોવાનું સામે આવ્યુ, કાઉન્સિલરે DSOને ફરિયાદ કરી

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
આપના કાઉન્સિલર દ્વારા આવેદનપત્ર આપી સમગ્ર કૌભાંડની તપાસ કરવા રજૂઆત કરવામાં આવી હતી. - Divya Bhaskar
આપના કાઉન્સિલર દ્વારા આવેદનપત્ર આપી સમગ્ર કૌભાંડની તપાસ કરવા રજૂઆત કરવામાં આવી હતી.
  • સસ્તા અનાજની દુકાનના સંચાલક સામે તાત્કાલિક પગલા લેવા માટે માગ

સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ઘનશ્યામનગરમાં રહેતા પરમાન કાળુભાઈ મોહનભાઈ ના નામે ઘણા સમયથી સરકારી અનાજનો જથ્થો સગેવગે થઈ જતો હતો. પરંતુ તે અંગે તેમને કોઇ માહિતી ન હતી. પરમાર કાળુભાઈ મોહનભાઈના રેશનકાર્ડ બંધ હોવા છતાં દુકાનના સંચાલકે અન્ય કોઈને તેમનું અનાજ આપવાનું શરૂ રાખ્યું હતું. જ્યારે પણ તેઓ સસ્તા અનાજની દુકાનના સંચાલકને જઈને પોતાનું રેશનકાર્ડ ફરીથી શરૂ કરવા માટે જણાવ્યુ ત્યારે તેઓ થોડા સમયમાં થઈ જશે એવી હૈયા ધરપત આપી હતી. બાદમાં અન્યને અનાજ વેચી દેવાતું હોવાની ફરિયાદ કરાતા કાઉન્સિલર દ્વારા DSOને ફરિયાદ કરાઈ હતી.

સિસ્ટમથી રાશન વેચાતુ
રાશનકાર્ડમાં બારકોડ સિસ્ટમ આવે છે. જેમાં જે વ્યક્તિ પાસે રાશન કાર્ડ હોય છે. તે સસ્તા અનાજની દુકાન પર જઈને પોતાનો ફિંગર પ્રિન્ટ મૂકે છે. ત્યાર બાદ જ તેને નિયત કરેલા અનાજનો જથ્થો પ્રાપ્ત થાય છે. છતાં પણ ઘણા એવા સસ્તા અનાજની દુકાનના સંચાલકો સરકારે જે બારકોડ સિસ્ટમ ગોઠવી છે. તેના ઉપર જઈને ગરીબ અને મધ્યમ પરિવારના ભાગનું રાસન અન્ય વેપારીઓને વેચીને મસમોટી રકમ લે છે.આમ આદમી પાર્ટીના કોર્પોરેટર એ આજે તેમના વિસ્તારમાં ચાલતી અનાજ સસ્તા અનાજની દુકાનની ગોબાચારી બહાર લાવી હતી આપના કોર્પોરેટર દ્વારા DSO અને લેખિતમાં ફરિયાદ કરી ને સસ્તા અનાજની દુકાનના સંચાલક સામે તાત્કાલિક પગલા લેવા માટે ફરિયાદ કરી હતી.

મોટુ કૌભાંડ ચાલતું હોવાની આશંકા
વરાછા વિસ્તારની ઘનશ્યામ નગરમાં ચાલતી સસ્તા અનાજની દુકાન રજીસ્ટ્રેશન નંબર 18473 દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો સાથે અન્યાય કરીને મોટું કૌભાંડ આચરવામાં આવતું હોવાની ફરિયાદ કરી છે. જોકે શહેરમાં આવા ઘણા સસ્તા અનાજની દુકાનના સંચાલકો હાજર રીતે બંધ થયેલા રેશન કાર્ડ ચાલુ ન કરીને સરકારે નિયત કરેલા તેમના અનાજના જથ્થાને સગેવગે કરીને લાખો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવતું હોય છે. જો તટસ્થતાથી પૂરવઠા અધિકારી સમગ્ર શહેરમાં તપાસ કરે તો આવી અનેક સસ્તા અનાજની દુકાનોમાં ચાલતા કૌભાંડ બહાર આવે તેવી પૂરી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો