તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્પોર્ટસ સ્પર્ધા:સુરતમાં દિવ્યાંગોએ રમતના મેદાનમાં કૌશલ્યો દર્શાવીને પ્રતિભાના દર્શન કરાવ્યાં

સુરત20 દિવસ પહેલા
  • કૉપી લિંક
દિવ્યાંગોએ સ્પોર્ટ્સ સ્પર્ધામાં જોશભેર ભાગ લીધો હતો. - Divya Bhaskar
દિવ્યાંગોએ સ્પોર્ટ્સ સ્પર્ધામાં જોશભેર ભાગ લીધો હતો.
  • અભિયાન 'ચેલેન્જ એક્સેપ્ટેડ' હેઠળ એક્સપ્લોર ખાતે કરાયું આ આયોજન

હાલ જાપાનમાં પેરા-ઓલિમ્પિક સ્પર્ધા ચાલી રહી છે. જેમાં દિવ્યાંગ ખેલાડીઓ મેડલ જીતીને પોતાની તાકાતનું પ્રદર્શન કરી રહ્યાં છે ત્યારે રાષ્ટ્રીય સ્પોર્ટ્સ દિવસના ઉપલક્ષ્યમાં દિવ્યાંગો માટે અભિયાન 'ચેલેન્જ એક્સેપ્ટેડ' હેઠળ એક્સપ્લોર ખાતે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ રમતોમાં દિવ્યાંગ ખેલાડીઓએ મેદાનમાં પોતાના કૌશલ્યો દર્શાવીને તેમનામાં રહેલી પ્રતિભાના દર્શન કરાવ્યાં હતાં.

અલગ અલગ રમતોમાં ખેલાડીઓએ પોતાની પ્રતિભા દર્શાવી હતી.
અલગ અલગ રમતોમાં ખેલાડીઓએ પોતાની પ્રતિભા દર્શાવી હતી.

ખાસ દિવ્યાંગો માટે સ્પર્ધા યોજાઈ
રાષ્ટ્રીય સ્પોર્ટ્સ દિવસને લઇને એક્સપ્લોર ખાતે વિશેષ અભિયાન 'ચેલેન્જ એક્સેપ્ટેડ' હેઠળ દિવ્યાંગો માટે રમત સ્પર્ધાનું નું આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધાનું આયોજન સવારે સાડા આઠ વાગ્યાથી બપોર બાર વાગ્યા સુધી કરાયું છે. સ્પર્ધામાં પ્રતિભાશાળી દિવ્યાંગ બાળકો અને યુવકો ભાગ લેશે. આ સ્પર્ધાના આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈને પણ તેની વિકલાંગતાના આધારે આંકવું નહીં તે સંદેશ સમાજમાં ફેલાવાનો છે.

વિજેતા દિવ્યાંગ ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
વિજેતા દિવ્યાંગ ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

અલગ અલગ રમતોમાં કૌશલ્યો દર્શાવાયા
દિવ્યાંગો માટેની ચેર સાઈક્લિંગ સ્પર્ધા સહિતની રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિવ્યાંગોએ પોતાની પ્રતિભા દર્શાવતા કહ્યું હતું કે, અમે ભલે અમારા શારીરિક અંગોથી દિવ્યાંગ રહ્યાં પરંતુ જોમ અને જુસ્સો તો રમતમાં દરેક ખેલાડીને ઉચ્ચ સ્થાને પહોંચાડતો હોય છે. ગુજરાતની દીકરીએ મેળવેલા સિલ્વર મેડલને આવકારી ખુશી વ્યક્ત કરતાં ઉમેર્યું હતું કે, રમત દરેકના જીવનમાં નવી સ્ફૂર્તિ અને તાજગી ભરી દેતી હોય છે.